મનોરંજન

વિકી કૌશલના ભાઇ પર કેમ ભડકી તાપસી પન્નુ?

મુંબઈ: ‘ઉરી-ધ સર્જિકલ સ્ટ્રાઇક’ અને ‘સામ બહાદુર’ જેવી ફિલ્મોથી ટોચનું સ્થાન મેળવનારા વિકી કૌશલનો ભાઇ સન્ની કૌશલ પણ બોલીવૂડમાં એક પછી એક ફિલ્મો કરી રહ્યો છે અને પોતાનો પગદંડો જમાવી રહ્યો છે. સન્નીએ તાપસી પન્નુ અને ‘12 ફેઇલ’થી ઘર ઘરમાં જાણીતા બનેલા વિક્રાંત મેસી સાથે ફિલ્મ કરી છે અને હાલમાં તે ચર્ચામાં છે. આ ફિલ્મનું નામ છે ‘ફિર આઇ હસીન દિલરુબા’.

તાપસી પન્નુ હવે એક્ટ્રેસની સાથે સાથે પ્રોડ્યુસર પણ છે અને ઘણી ફિલ્મોનું નિર્માણ પણ કરી ચૂકી છે. જોકે આ ફિલ્મના સેટ પર તાપસીનું વર્તન કેવું હોય છે અને સેટ પર શું ધમાલ મસ્તી ચાલતી થાય છે તેના વિશે સન્ની અને વિક્રાંત વિગતવાર વાત કરે છે.

ફિલ્મના સેટ પર તાપસી સાથે કામ કરવાની મજા આવે છે એ જણાવવાની સાથે સાથે બંને એક્ટર જણાવે છે કે બધા તાપસીથી ડરે પણ છે. તેમનું કહેવું છે કે તાપસી પન્નુ ખૂબ જ બોસી છે.

ફિલ્મના પ્રમોશન વખતે ત્રણેય કલાકારોએ ફિલ્મના સેટ પર શું થતું હતું તે વિશે વાત કરી હતી. ત્રણેયને પૂછવામાં આવ્યું કે શૂટીંગ માટે સૌથી મોડું કોણ આવતું હતું? જેના જવાબમાં તાપસી કહે છે કે હું તો જરાય લેટ નહોતી આવતી. જોકે, વિક્રાંતે પોતે મોડો આવતો હોવાની વાત કબૂલી હતી અને મોડા આવવા બદલ તાપસી તેને ઘણું ખિજાતી હોવાનું પણ વિક્રાંતે કહ્યું હતું.

વિક્રાંતની વાત સાંભળતા જ સન્ની કહે છે કે તાપસી કોને નથી ખિજાતી? સેટ પર હાજર બધાએ જ તાપસીની વઢ ખાધેલી છે. 2020માં ફિલ્મના શૂટીંગ વખતે અમારી હોટેલ અમારા સેટથી ફક્ત પાંચ મીનિટ દૂર હતી. તાપસી મને હંમેશા ખિજાતી કે હોટેલ ફક્ત પાંચ મીનિટ દૂર હોવા છતાં તું હંમેશા સેટ પર આવવા માટે દસ મીનિટ કેમ લે છે?

આ પણ વાંચો: વિકી કૌશલ ૯ વર્ષ, ૧૦ ફિલ્મ ૬ ફ્લોપ, ૩ હિટ અને માત્ર એક બ્લોકબસ્ટર

તાપસીએ ફોટોગ્રાફરને પણ બક્ષ્યો ન હોવાનું કહેતા સન્ની કહે છે કે શૂટીંગનો પહેલો દિવસ હતો અને પહેલા દિવસે લોકોને ત્યાં એડજસ્ટ થતા થોડી વાર વાગે છે. એ વખતે તાપસી ડિરેક્ટર સાથે વાતચીત કરી રહી હતી અને ફોટોગ્રાફર બધાના ફોટા પાડી રહ્યો હતો. તાપસીએ ફોટાના ક્લીકનો અવાજ સાંભળ્યો અને ફોટોગ્રાફરને નારાજ થઇને કહ્યું કે તમે શૂટ કરી લો અથવા તો હું મારું કામ કરી લઉં. પહેલો દિવસ છે અમને જરા સેટ તો થવા દો.

તાપસી બોસી સ્વભાવની હોવાનો અનુભવ તો મીડિયાના ફોટોગ્રાફર્સને ઘણી વખત થયો છે. તાપસી અને મીડિયાના ફોટોગ્રાફર વચ્ચે અનેક વખત ચકમક ઝરી છે અને પેપેરાઝી સાથેના તાપસીના ખાટ-મીઠા સંબંધો દર્શાવતા અનેક વીડિયો પણ વાયરલ થયા છે. તાપસી ફોટોગ્રાફરોથી નારાજ થઇ તેમની સાથે વિવાદ કરતી હોવાનું ઘણા વીડિયોમાં જોવા મળે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button