મનોરંજન

સની દેઓલનો બર્થ ડે બનશે ‘ગદર’મય: એક સાથે 1000 તારા સિંહ દેખાશે

મુંબઇ: બોલીવુડ અભિનેતા સની દેઓલ માટે 2023નું વર્ષ વ્યક્તીગત અને કારકીર્દીની દ્રષ્ટીએ ખૂબ જ ખાસ રહ્યું છે. એક તરફ સનીનો એક દિકરો લગ્ન બંધનમાં બંધાયો છે જ્યારે બીજા દિકરાએ બોલીવુડમાં પદાર્પણ કર્યુ છે. અને કારકીર્દીની દ્રષ્ટીએ જોઇએ તો સની દેઓલની ફિલ્મ ગદર-2એ બોક્સ ઓફિસ પર રેકોર્ડ બ્રેક કમાણી કરી છે. ત્યારે હવે સનીનો બર્થ જે પણ ખાસ રીતે ઉજવાવમાં આવનાર છે. તેના બર્થ ડેના દિવસે એક સાથે 1000 લોકો તારા સિંહના ગેટઅપમાં જોવા મળશે.
સની દેઓલનો આજે જન્મ દિવસ છે. ત્યારે આજે સની તેનો બર્થ ડે ધામધૂમથી ઉજવવાનો છે એવી જાણકારી પ્રાપ્ત થઇ છે.

બોલીવુડના કલાકારોની ઉપસ્થિતીમાં તેનો જન્મ દિવસ મનાવવામાં આવશે એમ કહેવાઇ રહ્યું છે. ઉપરાંત આ વખતે તે તેના ફેન્સ સાથે પણ બર્થ ડે સેલિબ્રેટ કરશે. જુહૂમાં સનીના સ્ટુડિયોની બહાર તેના ચાહકો તેને બર્થ ડે વીશ કરવા ભેગા થશે.
એક મીડિયા અહેવાલ મુજબ સની દેઓલનો ચાહક વર્ગ બહુ મોટો છે. સનીના દેશભરના ચાહકો તેના સ્ટુડિઓમાં તારા સિંહના આઇકોનીક ગેટઅપમાં આવવાના છે એમ કહેવાઇ રહ્યું છે. આ ચાહોક સાથે સની કેક કટીંગ કરશે. હાલમાં સની તેની આગામી ફિલ્મના શુટિંગમાં વ્યસ્ત છે.

અત્રે ઉલ્લેખનીય છે કે હેમા માલિનીનો 75મો જન્મ દિવસ હાલમાં જ ઉજવવામાં આવ્યો હતો. હેમા માલિનીના બર્થ ડે સેલિબ્રેશનનમાં બોલીવુડના અનેક કલાકારો ઉપસ્થીત હતાં. જોકે સની દેઓલ આ પાર્ટીમાં ક્યાંય દેખાયો નહતો. જેને કારણે નેટ યુઝર્સે અનેક પ્રશ્નો પૂછ્યા હતાં. ત્યારે હવે હેમા માલિની સની દેઓલને જન્મ દિવસની શુભકામનાઓ આપશે કે કેમ તેની તરફ બધાની નજર છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button