‘બર્થડે’ના દિવસે સની દેઓલે ચાહકોને આપી જોરદાર સરપ્રાઈઝ, જુઓ દીકરાએ શું લખ્યું?

બોલીવુડના લોકપ્રિય અભિનેતા સની દેઓલ આજે તેનો 68મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. આ દિવસે તેને ચાહકો પરિવાર ચારે તરફથી શુભેચ્છાઓ મળી રહી છે.
તેના પરિવારજનોએ સોશિયલ મીડિયા પર હૃદયસ્પર્શી પોસ્ટ્સ કરીને તેને વધાવ્યા છે. આ જન્મદિવસને વધુ ખાસ બનાવતા, સનીએ પોતાના ચાહકોને એક મોટું સરપ્રાઈઝ પણ આપ્યું છે.
સની દેઓલના ભાઈ બોબી દેઓલે ઇન્સ્ટાગ્રામ પર એક એટ્રેક્ટિવ ફોટો શેર કર્યો છે, જેમાં બંને ભાઈઓ કારમાં સેલ્ફી લેતા જોવા મળે છે. કેપ્શનમાં બોબીએ લખ્યું, ‘લવ યુ ભાઈ, હેપ્પી બર્થડે’ અને તેમાં હાર્ટ તથા હગ્સના ઇમોજી પણ ઉમેર્યા છે તેમ જ સનીના મોટા પુત્ર કરણ દેઓલે પણ પિતાને વધાવ્યા.
જ્યાં તેને એક તસવીરમાં પોતાના નાના ભાઈ રાજવીર સાથે સનીને સાથેનો એક ફોટો શેર કર્યો હતો. કરણે કેપ્શનમાં લખ્યું, ‘જન્મદિન શુભેચ્છા પાપા, તમને ખૂબ પ્રેમ કરું છું, તમે હંમેશા મારા હીરો, તાકાત અને સૌથી મોટી પ્રેરણા રહ્યા છો.’
સની દેઓલની સાવકી બહેન અને હેમા માલિનીની પુત્રી ઇશા દેઓલે પણ ભાઈને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી છે. તેણે ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર સનીનો એક વીડિયો શેર કર્યો છે, જેમાં ફિલ્મ જગતના મિત્રો સાથે જન્મદિવસની મજા માણતા દેખાયા. કેપ્શનમાં ઇશાએ લખ્યું, ‘હેપ્પી બર્થડે ભાઈ.’
જન્મદિવસના અવસરે સની દેઓલે ચાહકોને મોટી સરપ્રાઈઝ આપી છે. જ્યાં તેને તેની આગામી ફિલ્મ ‘ગબરૂ’નું પ્રથમ લૂક શેર કર્યો હતો અને રિલીઝ ડેટ પણ જાહેર કરી છે. આ ફિલ્મ 13 માર્ચ 2026ના સિનેમાઘરોમાં આવશે. આ ઉપરાંત, સની પાસે અનેક શાનદાર ફિલ્મોની લાઇનઅપ છે, જેમાં ‘બોર્ડર 2’, ‘જાટ 2’, ‘લાહોર 1947’, ‘બાપ’, ‘રામાયણ’ અને ‘ગદર 3’ જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો…પ્રભાસ આ ફિલ્મમાં હશે સની દેઓલનો કેમિયો! ફિલ્મનું બજેટ છે 700 કરોડ રૂપિયા