સુનીલ શેટ્ટી જાહેરમાં ભડક્યો: મિમિક્રી આર્ટિસ્ટને સ્ટેજ પર જ સંભળાવી ખરી-ખોટી, લોકોએ શું કહ્યું? | મુંબઈ સમાચાર
મનોરંજન

સુનીલ શેટ્ટી જાહેરમાં ભડક્યો: મિમિક્રી આર્ટિસ્ટને સ્ટેજ પર જ સંભળાવી ખરી-ખોટી, લોકોએ શું કહ્યું?

ઈન્દોરઃ ઘણા કાર્યક્રમોમાં ફિલ્મી અભિનેતાઓની નકલ કરતા મિમિક્રી આર્ટિસ્ટ જોવા મળે છે. ફિલ્મી અભિનેતાઓનો આબેહૂબ અવાજ કાઢીને મિમિક્રી આર્ટિસ્ટ લોકોનું મનોરંજન કરતા હોય છે, પરંતુ તાજેતરમાં એક મિમિક્રી આર્ટિસ્ટને અભિનેતા સુનીલ શેટ્ટીએ આડેહાથ લીધો હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા પછી લોકોએ પણ તેના પર પ્રતિક્રિયા આપી હતી.

સુનીલ શેટ્ટી મર્દની જેમ બોલે છે

સુનીલ શેટ્ટી તાજેતરમાં ઈન્દોર ખાતે એક કાર્યક્રમમાં ગયા હતા. જ્યાં એક યુવાન સુનીલ શેટ્ટીની સ્ટાઈલમાં તેની મિમિક્રી કરી રહ્યો હતો. જેને સાંભળીને સુનીલ શેટ્ટીને પસંદ આવી ન હતી. જેથી સુનીલ શેટ્ટીએ સ્ટેજ પર મિમિક્રી આર્ટિસ્ટને ખરી ખોટી સંભળાવી હતી. જેનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

આ પણ વાંચો: હેરાફેરી 3: અક્ષય, સુનીલ કે પરેશ રાવલ? કોણે લીધી સૌથી વધુ ફી?

સુનીલ શેટ્ટીએ જણાવ્યું હતું કે, “ક્યારના આ ભાઈ સાહેબ અંજલી..જેવા જુદા જુદા ડાઈલોગ બોલી રહ્યા છે. જે મારા અવાજમાં છે જ નહીં. આટલી બકવાસ મિમિક્રી મેં ક્યારેય જોઈ નથી. જ્યારે સુનીલ શેટ્ટી બોલે છે, ત્યારે મર્દની જેમ બોલે છે. તે બાળકની જેમ બોલી રહ્યો છે. મિમિક્રી કરો તો સારી કરો. ખરાબ નકલ ન કરો.”

મારી મિમિક્રી કરવાનો પ્રયાસ કરતો નહીં

સુનીલ શેટ્ટીના મુખે આટલું સાંભળ્યા બાદ મિમિક્રી આર્ટિસ્ટે સુનીલ શેટ્ટીની માફી માંગતા કહ્યું હતું કે, “સોરી સર, હું તમારી મિમિક્રી કરવાનો પ્રયાસ નહોતો કરી રહ્યો.” જેના જવાબમાં સુનીલ શેટ્ટીએ કહ્યું હતું કે, “મારી મિમિક્રી કરવાનો પ્રયાસ કરતો પણ નહીં. હજુ ઘણો સમય છે. સુનીલ શેટ્ટી બનવામાં હજુ ઘણો સમય છે. પાછળ વાળ બાંધી લેવાથી સુનીલ શેટ્ટી બની જવાતું નથી.”

આ પણ વાંચો: Happy Birthday: ઈન્ડસ્ટ્રીમાં ‘ગોડફાધર’ વિના ‘અન્ના’એ બોલીવુડમાં કઈ રીતે નામ કમાવ્યું, જાણો સંઘર્ષ?

આ ઘમંડ સિવાય બીજું કશું નથી

ધ ઈન્દોર અપડેટ નામના ઈન્સ્ટાગ્રામ આઈડી દ્વારા સુનીલ શેટ્ટીનો આ વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે. જેમાં યુઝર્સ સુનીલ શેટ્ટી પ્રત્યે પોતાની નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. એક યુઝર્સે કોમેન્ટ બોક્સમાં જણાવ્યું કે, “ઘડકન ફિલ્મનો એક ડાયલોગ યાદ આવી ગયો. તું કલ ભી બતમીજ થા ઔર આજ ફી બતમીજ હૈ” બીજા યુઝર્સે લખ્યું કે, “રિસ્પેક્ટ ફોર મિમિક્રી આર્ટિસ્ટ”. ત્રીજા યુઝર્સે લખ્યું કે, “સારી મિમિક્રી કેવી રીતે કરશે, જ્યારે તમે ઓરિજનલમાં આવું જ બોલો છો.” ચોથા યુઝર્સે લખ્યું કે, “સ્ટેજ પર એક મોટા કલાકારે નાના કલાકારની આ રીતે જાહેરમાં બેજ્જતી ન કરવી જોઈએ. આ ઘમંડ સિવાય બીજું કશું નથી.”

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં સુનિલ શેટ્ટીએ ‘ધારાવી બેંક'(2020) અને ‘હન્ટરઃ તૂટેગા નહીં, તોડેગા’ (2023) એમ બે વેબ સિરીઝમાં પણ કામ કર્યું છે. આગામી સમયમાં તેઓ ‘વેલકમ ટુ જંગલ’ ફિલ્મમાં જોવા મળશે. આ સિવાય ‘હેરા ફેરી 3’ ફિલ્મ પર પણ કામ ચાલી રહ્યું છે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button