મનોરંજન

સુમોના ચક્રવર્તીનું બાલી એડવેન્ચર: ખતરો કે ખિલાડી પછી વેકેશનની તસવીરો જુઓ

‘ભુરી’ તરીકે જાણીતી ટીવી અભિનેત્રી સુમોના ચક્રવર્તી ભલે પડદાથી દૂર હોય, પરંતુ તે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા તેના ચાહકો સાથે જોડાયેલી રહે છે. તે હાલમાં બાલીમાં છે, જ્યાંથી તેણે તેના કેટલાક ફોટા શેર કર્યા છે. કેટલાકમાં તે સમુદ્રમાં સર્ફિંગ કરતી જોવા મળે છે તો કેટલાકમાં પૂલમાં આરામ કરતી જોવા મળે છે.

આ પોસ્ટ પર ચાહકો ઘણી પ્રતિક્રિયા આપી રહ્યા છે. સુમોનાએ એ પણ ખુલાસો કર્યો કે તે અંતર્મુખી છે અને તેના કારણે તે ઘણા લોકો સાથે હળીમળી શકતી નથી, પરંતુ આ વેકેશનમાં તેણે આ પડકારનો ખૂબ સારી રીતે સામનો કર્યો હતો.

સુમોના ચક્રવર્તીએ ઇન્સ્ટાગ્રામ પર એક લાંબી પોસ્ટ લખી, ‘નમસ્તે બાલી… ફિટનેસ રીટ્રીટ શરૂ કરી રહ્યા છીએ! મેં પહેલી વાર કસરત શરૂ કરી તેને લગભગ 15 વર્ષ થઈ ગયા છે – પછી ભલે તે જિમ હોય, યોગ હોય કે પિલેટ્સ હોય. તેણે આગળ લખ્યું, ‘પહેલી વાર નવી વસ્તુઓ અજમાવી રહી છું, જેમ કે પેડલ (હું તેમાં ખરેખર ખરાબ હતી) અને સર્ફિંગ (જે મને ખૂબ ગમ્યું અને પહેલી વારમાં ખરાબ નહોતું!).

હું અંતર્મુખી હોવાથી લગભગ ૪૫ લોકોના જૂથમાંથી ૪-૫ લોકોને જ ઓળખતી હતી, એક મોટો વ્યક્તિગત પડકાર હતો. પણ એકવાર ઝપલાવ્યું તો એટલું ડરામણું નહોતું જેટલું મેં વિચાર્યું હતું. મેં જેમની સાથે સંબંધો વિકસાવ્યા તેમાંથી કેટલાક ખરેખર અદ્ભુત નીકળ્યા અને મને તેમની સાથે સમય વિતાવવાની મજા આવી.

36 વર્ષીય સુમોનાની આ પોસ્ટ પર પ્રતિક્રિયા આપતા મોટા ભાગના ચાહકો ફિટનેસ પ્રત્યેના તેના સમર્પણની પ્રશંસા કરી રહ્યા છે. એકે તેમને કપિલ શર્માના શો માટે યાદ કર્યા અને લખ્યું હતું કે ‘કપિલ શર્માના શોમાં તમારું કોઈ રિપ્લેસમેન્ટ નથી. મને તમારી ખૂબ યાદ આવે છે. બીજાએ લખ્યું હતું “ભુરી રોક, પબ્લિક શૉકડ.” કેટલાક યુઝર્સે એમ પણ લખ્યું કે તમારે લગ્ન કરી લેવા જોઈએ, કારણ કે તમારા વાળ સફેદ થઈ રહ્યા છે.

તમને જણાવી દઈએ કે લખનઊમાં જન્મેલી સુમોનાને ટીવી સીરિયલ ‘બડે અચ્છે લગતે હૈ’થી સ્ટારડમ મળ્યું હતું. ‘કોમેડી નાઇટ્સ વિથ કપિલ’માં કપિલની ઓન-સ્ક્રીન પત્ની બનીને તે દરેક ઘરમાં પ્રખ્યાત થઈ. તેણે 2024માં ‘ખતરો કે ખિલાડી 14’માં પણ ભાગ લીધો હતો.

આ પણ વાંચો…ઐશ્વર્યા રાય-બચ્ચને આ કોને ફ્લાઈંગ કિસ આપી?

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button