મનોરંજન

રશ્મિકા મંદાનાની સગાઇ મુદ્દે આવી મોટી અપડૅટ

તાજેતરમાં એવા અહેવાલો આવ્યા હતા કે આવતા મહિને નેશનલ ક્રશ રશ્મિકા મંદાના અને વિજય દેવરાકોંડા સગાઇ કરશે. આ સમાચાર આવ્યા બાદ તેમના ફેન્સ ઘણા ઉત્સાહમાં આવી ગયા હતા. જોકે, હવે એવા સમાચાર જાણવા મળ્યા છે જેનાથી તેમના ફેન્સને કદાચ નિરાશા થઇ શકે છે. બંને કલાકારના પ્રતિનિધિઓ હવે આ બાબતે નિવેદન આપ્યું છે. સગાઈનું સૂચન કરતા મીડિયા રિપોર્ટની વિરુદ્ધ, વિજય અને રશ્મિકાના પ્રતિનિધિઓએ દાવાઓને નકારી કાઢ્યા છે અને જણાવ્યું છે કે આ “અહેવાલ ખોટા છે.”

બંને કલાકારો ઘણા સમયથી એકબીજા સાથે રોમાન્ટિકલી જોડાયેલા છે. બંને લવ બર્ડ અવારનવાર સાથે સ્પોટ થતા હોય છે. જોકે, બંને કલાકારે તેમના સંબંધોની ક્યારેય સત્તાવાર પુષ્ટિ કરી નથી કે ક્યારેય તેમના સંબંધોને નકાર્યા નથી. બંનેએ સાઉથની ઘણી ફિલ્મમાં સાથે કામ કર્યું છે.

બંનેને અનેક ફંક્શન અને સમારોહમાં સાથે જ જોવામાં આવે છે, જેનાથી એવું લાગે છે કે બંને ફ્રેન્ડ્સ કરતા કંઇક વિશેષ છે. બંને કલાકારોને ઘણી વાર વિદેશમાં પણ સાથે રજાઓ ગાળતા જોવામાં આવ્યા છે, જેને કારણે પણ એવી અફવાઓને વેગ મળ્યો છે કે બંને જ્સ્ટ ફ્રેન્ડ કરતા કંઇક વિશેષ છે.

સગાઇની અફવા વચ્ચે વર્ક ફ્રન્ટની વાત કરીએ તો રશ્મિકા હાલમાં તેની કારકિર્દીની ટોચે છે. હાલમાં આવેલી તેની ફિલ્મ ‘એનિમલ’ સુપરડુપર હીટ થઇ છે અને અભિનેત્રી ફિલ્મની સફળતાનો સ્વાદ માણી રહી છે. આ ફિલ્મમાં તે રણબીર કપૂરની સામે છે. ના આગામી પ્રોજેક્ટ્સમાં ‘પુષ્પા 2: ધ રૂલ’, ‘રેઈન્બો,’ ‘ધ ગર્લફ્રેન્ડ’ અને ‘ચાવા’નો સમાવેશ થાય છે. બીજી તરફ, વિજય, જે છેલ્લે ‘કુશી’માં જોવા મળ્યો હતો, તે તેની ‘ફેમિલી સ્ટાર’ અને ‘વીડી 12’ જેવી ફિલ્મોની રિલીઝ માટે તૈયારી કરી રહ્યો છે

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button