બોલો, હવે માત્ર 15 મિનિટ મળવા માટે એક લાખ રૂપિયા લેશે અનુરાગ કશ્યપ, જાણો શું છે કારણ?
મુંબઈ: ફિલ્મ મેકર અનુરાગ કશ્યપ ફિલ્મ અને પોતાના બેફામ નિવેદનોને લીધે ચર્ચામાં રહે છે. અનુરાગ કશ્યપે બૉલીવૂડમાં અનેક નવા ચહેરાને પોતાની ફિલ્મોમાં કાસ્ટ કરી તેમની લાઈફ બનાવી છે, પણ હવે અનુરાગ કશ્યપે બૉલીવૂડના ન્યુકમર્સને લઈને આપેલા વિવાદાસ્પદ નિવેદનને લઈને સોશિયલ મીડિયા પર તેને જોરદાર ટ્રોલ કરવામાં આવી રહ્યો છે. અનુરાગે કહ્યું હતું કે હું હવે લોકોને મળવામાં મારો સમય નહીં બગાડું અને હું લોકોને મળવા માટે મોટી રકમ વસૂલ કરીશ.
અનુરાગ કશ્યપ હંમેશા વિવાદાસ્પદ નિવેદનને લીધે ચર્ચામાં આવે છે. અનુરાગે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી હતી જેમાં તેણે લખ્યું હતું કે ફિલ્મોમાં ન્યુકમર્સની મદદ કરવા માટે મેં પોતાનો ખૂબ સમય વેડફી દીધો છે જે મોટા ભાગે બેકાર સાબિત થયો છે. જેથી હવે હું પોતાને ક્રિએટિવ જીનીયસ સમજનાર લોકોને મળવામાં પોતાનો સમય ન બગાડતાં તેમને મળવા માટે પૈસા ચાર્જ કરીશ. જો કોઈ મને મળવા ઈચ્છે છે તો તેની પાસેથી હું 10-15 મિનિટના એક લાખ રૂપિયા લઇશ.
આપણ વાંચો: બૉલીવુડના જાણીતા ફિલ્મ મેકરને જામનગર કોર્ટે ફટકારી બે વર્ષની સજા, જાણો કોના ‘ચેક બાઉન્સ’ થયા?
અનુરાગે આગળ કહ્યું કે જો કોઈ મને એક કલાક માટે મળવા માગે છે તો તેના પાસેથી હું તેની પાસેથી પાંચ લાખ રૂપિયા લઇશ. હું લોકો સાથે મિટિંગ કરીને થાકી ગયો છું અને જો તમે મને અફોર્ડ કરી શકતા હોય તો જ મને ફોન કરજો અને પૈસા પણ એડ્વાન્સમાં આપજો. મને કોઈ પણ મેસજ કરવા નહીં પહેલા પૈસા અને પછી તેમને મળવાનો મોકો મળશે, હું કોઈ ચેરિટિ નથી કરતો હું માત્ર શોર્ટકટ્સ શોધતા લોકોથી કંટાળી ગયો છું, એવું અનુરાગ કશ્યપે કહ્યું હતું.
અનુરાગ કશ્યપની આ પોસ્ટ પર લોકોએ તેની ટીકા કરવા માટે અનેક કમેન્ટ્સ કરી છે. એક યુઝરે લખ્યું કે સર હું તમારા ઘરની ડોર બેલ વગાડવાનો જ હતો. એક યુઝરે તો અનુરાગને હોળી પહેલા ભંગ નહીં પીવી જોઈએ એવું કહીને પણ લોકો ટ્રોક કર્યો હતો. અનુરાગ કશ્યપની આ પોસ્ટથી બૉલીવૂડના બીજા ફિલ્મ મેકર્સે તેનું સમર્થન પણ કર્યું હતું, જેથી હવે ‘બૉયકોટ બૉલીવૂડ’ ટ્રેન્ડ ફરી શરૂ થશે એવું જણાઈ રહ્યું છે.