સાઉથનો અભિનેતા ફરી ચર્ચામાંઃ 2 બાળકોનો પિતા હોવા છતાં કર્યાં બીજા લગ્ન અને હવે થયો નવો ખુલાસો | મુંબઈ સમાચાર

સાઉથનો અભિનેતા ફરી ચર્ચામાંઃ 2 બાળકોનો પિતા હોવા છતાં કર્યાં બીજા લગ્ન અને હવે થયો નવો ખુલાસો

હૈદરાબાદઃ સાઉથ ફિલ્મ ઉદ્યોગના કલાકારો અનેક બાબતે ચર્ચામાં રહેતા હોય છે. અત્યારે સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના અભિનેતા માધમપટ્ટી રંગરાજ ફરી એકવાર ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. અભિનેતાએ પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટમાં કેટલીક નવી તસવીરો શેર કરી છે. આ તસવીરો જોઈને ચાહકો અચરજમાં આવી ગયાં છે. ચર્ચાઓ એવી થઈ રહી છે કે સાઉથ અભિનેતા બે બાળકોને પિતા હોવા છતાં પણ ફરી બીજા લગ્ન કર્યાં છે. આ વાત અન્ય કોઈ નહીં, પરંતુ તેની બીજી પત્ની જોય ક્રિસિલ્ડાએ આપી છે.

જોય ક્રિસિલ્ડાના બેબી બમ્પે લોકોને ધ્યાન ખેંચ્યું

ફેશન ડિઝાઇનર જોય ક્રિસિલ્ડાએ પોતે આ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે, જેમાં તે દુલ્હન અને માધમપટ્ટી વરરાજાના રૂપમાં જોવા મળી રહ્યો છે. બીજી એક વાત જેણે બધાનું ધ્યાન ખેંચ્યું તે છે જોયનો બેબી બમ્પ! જીહા માધમપટ્ટી રંગરાજની બીજી પત્ની જોય ક્રિસિલ્ડા અત્યારે ગર્ભવતી છે. માધમપટ્ટી રંગરાજની પત્નીએ આ તસવીરો સોશિયલ મીડિયામાં શેર કરી છે. આ ફોટોમાં જોય ક્રિસિલ્ડા લાલ સાડીમાં ખૂબ જ સુંદર લાગી રહી છે.

માધમપટ્ટી રંગરાજ લોકોએ સોશિયલ મીડિયામાં કર્યો ટ્રોલ

આ તસવીરોમાં ચાહકો જોય ક્રિસિલ્ડાને ખૂબ જ પ્રેમ આપી રહ્યાં છે. પરંતુ સામે માધમપટ્ટી રંગરાજ ખૂબ જ ટ્રોલ કરી રહ્યાં છે કે, તેણે પોતાની પહેલા પત્ની સાથે દગો કર્યો છે. લોકો કોમેન્ટ કરી રહ્યાં છે કે, ‘ખરેખર… આ શર્મનાક હરકત છે’ બીજા એક વ્યક્તિએ લખ્યું કે, ‘મને એ નથી સમજાતું કે, આખરે ક્યાં કારણે આ વ્યક્તિ 40 વર્ષની ઉંમરે પોતાની પત્નીને દગો આપી રહ્યો છે.. એ પણ બે બાળકો હોવા છતાં!’, બીજી એક યુઝર્સે લખ્યું કે, ‘આ જોઈને મને ખૂબ જ દુઃખ થયું છે કે, તેની પહેલી પત્ની અને બાળકોને હવે એકલા રહેશે! પહેલી પત્નીને છોડીને હવે તે બીજી પત્ની સાથેના ફોટા શેર કરી રહ્યો છે’ સોશિયલ મીડિયામાં આવી કોમેન્ટો આવતી હોવાથી અભિનેતા કમેન્ટ ડિલિટ કરી રહ્યો છે.

‘કુક વિથ અ ક્લાઉન’ શોથી માધમપટ્ટીને મળી ખ્યાતિ

માધમપટ્ટી રંગરાજ તમિલ ફિલ્મ ઉદ્યોગનો એક પ્રસિદ્ધ અભિનેતા છે. માધમપટ્ટીએ અનેક ફિલ્મોમાં પણ કામ કર્યું છે, પરંતુ મોટા ભાગના લોકો તેમને ‘કુક વિથ અ ક્લાઉન’ શોની પાંચમી સીઝનથી ઓળખવા લાગ્યા હતા. વેંકટેશ ભટ્ટે શો છોડ્યા પછી, તેઓ નવા જજ તરીકે પ્રવેશ્યો હતો. હાલમાં, તેઓ છઠ્ઠી સીઝનમાં પણ જજ છે. જ્યારે શો ચાલી રહ્યો હતો, ત્યારે પરિણીત હોવા છતાં તેના બીજી લગ્ન વિશે સોશિયલ મીડિયામાં વધારે ચર્ચા થઈ રહી છે.

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.
Back to top button