મનોરંજન

એક મિનિટના બોલ્ડ સીનથી રાતોરાત જાણીતી બની ગઈ આ અભિનેત્રીઃ 20 વર્ષની ઉંમરે ગર્ભવતી થઈ અને…

બોલીવુડમાં આ વર્ષે અનેક અભિનેત્રીઓ માતા બની ગઈ છે, જેમાં કેટરિના કૈફથી લઈને અન્ય અભિનેત્રીનો સમાવેશ થાય છે, પરંતુ આજે તમને એક એવી અભિનેત્રી વિશે વાત કરીએ, જેણે વર્ષો પહેલા ફિલ્મી દુનિયા છોડી દીધી હોવા છતાં પણ તેના બોલ્ડ સીન અને લુક્સને કારણે આજે પણ સમાચારમાં રહે છે.

ગ્લેમરસ ઇન્ડસ્ટ્રીમાં કામ કરવા માટે ઘણા લોકો દેશના જુદા જુદા શહેરોમાંથી આવે છે. કેટલાકને સફળતા મળે છે, તો કેટલાક અંધકારમાં ખોવાઈ જાય છે. આજે, અમે તમને એક એવી અભિનેત્રી વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેણે થોડા જ સમયમાં લોકોના દિલ જીતી લીધા, પરંતુ થોડા જ સમયમાં અચાનક ગાયબ થઈ ગઈ.

આ પણ વાંચો: બેન્ડિટ ક્વીનની ફૂલનદેવીથી ફેમિલી મેન-થ્રીના પીએમ બાસુ સુધી આવી છે સીમા વિશ્વાસની સફર…

અમે જે અભિનેત્રી વિશે વાત કરી રહ્યા છીએ તેનું નામ સોનમ બખ્તાવર ખાન છે. તેણે 16 વર્ષની ઉંમરે ફિલ્મ ઉદ્યોગમાં પ્રવેશ કર્યો હતો. તે ઉદ્યોગમાં પ્રવેશી ત્યારે માધુરી દીક્ષિત, જુહી ચાવલા અને શ્રીદેવી પહેલાથી જ પ્રખ્યાત હતા.

સોનમ ખૂબ જ ગ્લેમરસ હતી. તેના બિકિની લુકની ઘણી વાર ચર્ચા થતી હતી અને તેણે લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. ફિલ્મ “મિટ્ટી ઔર સોના”થી તે રાતોરાત લોકપ્રિય થઇ ગઈ હતી. તેણે ફિલ્મ “અજુબા”માં અભિનય કર્યો હતો, જેમાં તેણે ઋષિ કપૂર સાથે લિપ-લોક સીન કર્યો હતો, જેને કારણે ઈન્ડસ્ટ્રીમાં રાતોરાત જાણીતી બની ગઈ હતી.

આ પણ વાંચો: ‘લાલો- કૃષ્ણ સદા સહાયતે’ ફિલ્મે કરી કમાલ: બોક્સઓફિસ પર ઐતિહાસિક કલેક્શન, બોલીવુડની ફિલ્મોને મારી ટક્કર…

સોનમ એક પ્રતિભાશાળી અભિનેત્રી હોવા છતાં, તેની કારકિર્દી ખૂબ ટૂંકી રહી હતી. સૌથી ચોંકાવનારી વાત તો એ હતી કે 20 વર્ષની ઉંમરે, તે ગર્ભવતી થઈ અને તેના પતિ સાથે વિદેશમાં રહેવાનું નક્કી કર્યું હતું. સોનમના લગ્ન ફિલ્મ ત્રિદેવના દિગ્દર્શક સાથે થયા હતા. જોકે, તેમના લગ્ન લાંબો સમય ટકી શક્યા નહીં અને 2016માં તેમણે છૂટાછેડા લીધા હતા.

તેના અચાનક ઇન્ડસ્ટ્રીમાંથી ગાયબ થવાથી લોકોને આશ્ચર્ય થયું હતું, પરંતુ તેના પાત્રો અને દેખાવને લોકો આજે પણ યાદ કરે છે. સોનમ છેલ્લે 1994માં આવેલી ફિલ્મ ‘ઈન્સાનિયત’માં જોવા મળી હતી. ત્યાર બાદ તે કોઈ ફિલ્મ કે ટીવી શોમાં દેખાઈ નથી. જોકે, તે સોશિયલ મીડિયા પર સક્રિય રહે છે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button