સલમાન ખાનના ઘરે અચાનક પહોંચી સોનાક્ષી અને પતિ, જુઓ વીડિયો અને સંબંધોનું રહસ્ય!

મુંબઈઃ અત્યારે દેશભરમાં ગણેશ ઉત્સવની ઉજવણી થઈ રહી છે. બોલીવુડ સેલેબ્સ પણ આ તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવી રહ્યા છે. જાણીતી અભિનેત્રી સોનાક્ષી સિંહા પણ તેમાંથી બાકાત નથી. તેણે તેના પતિ ઝહીર ઇકબાલ સાથે ગણપતિ બાપ્પાની આરતી કરી હતી. અભિનેત્રીએ આનો એક સુંદર વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. આ વીડિયોમાં તે ગણેશજીની આરતી ગાતી જોવા મળી રહી છે. વીડિયો સાથે કેપ્શનમાં સોનાક્ષી સિંહાએ લખ્યું, “ઓમ ગણ ગણપતયે નમઃ. આપ સૌને ગણેશ ચતુર્થીની શુભકામનાઓ, બાપ્પા આપણને બધાને શાંતિ, પ્રેમ અને ધીરજ આપે.”
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો વીડિયો અર્પિતા ખાન શર્માના ઘરનો છે. આ વર્ષે આ ઉત્સવ તેમના ઘરે આયોજિત કરવામાં આવ્યો હતો, જ્યાં સલમાને ગણપતિ બાપ્પાનું સ્વાગત કર્યું હતું. આ દરમિયાન સલમાન ખાન અને તેના પરિવારના સભ્યોએ ગણપતિજીની આરતી કરી હતી. સોશિયલ મીડિયા પર આનો એક વીડિયો વાયરલ થયો હતો.
આપણ વાંચો: સોનાક્ષી-ઝહિરની પ્રથમ વર્ષગાંઠઃ પાર્ટીમાં ભાઈઓની નારાજગી ફરી નજરે ચડી
સલમાન ખાન, તેના પિતા સલીમ ખાન, ભાઈ અરબાઝ વગેરે આરતી કરતા જોવા મળ્યા હતા. અભિનેતા રિતેશ દેશમુખ અને જેનેલિયા ડિસોઝા પણ બાપ્પાના દર્શન માટે હાજર રહ્યા હતા. આ વીડિયોમાં ફૂલોથી શણગારેલી ગણપતિની મૂર્તિ ખૂબ જ સુંદર દેખાતી હતી.
સોનાક્ષી સિંહા અને તેના પતિ ઝહીર ઇકબાલ પણ અહીં પહોંચ્યા હતા. બંનેના ખાન પરિવાર સાથે સારા સંબંધો છે. માટે આ કપલ સલમાન ખાન અને તેના પરિવારના દરેક કાર્યક્રમમાં જોવા મળે છે. આ પહેલા સોનાક્ષી સિંહાએ બુધવારે ઇન્સ્ટાગ્રામ પર પોતાની રોડ ટ્રીપનો એક વીડિયો શેર કર્યો હતો.
આપણ વાંચો: સોનાક્ષીએ લગ્ન પછીની પહેલી ઈદની પોસ્ટ શેર કરી, જુઓ વાઈરલ તસવીર
આ વીડિયોમાં ઝહીર ઈકબાલ કાર ચલાવતો અને સોનાક્ષી સાથે ફેમસ ફિલ્મ ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’ના ગીત ‘હો ગયા હૈ તુઝકો તો પ્યાર સજના’ પર ફની રીલ બનાવતો જોવા મળ્યો હતો. સોનાક્ષીએ વીડિયોને કેપ્શન આપ્યું હતું કે રોડ ટ્રિપના ગોલ્સ! બાકીના વીડિયો જોવા માટે YouTube પર જાઓ.
સોનાક્ષી અને ઝહીર પહેલી વાર 2013માં સલમાન ખાનની એક પાર્ટીમાં મળ્યા હતા ત્યાર બાદ 2017માં રિલીઝ થયેલી સલમાન ખાનની ફિલ્મ ‘ટ્યુબલાઇટ’ની સ્ક્રીનિંગ પાર્ટી દરમિયાન બંને નજીક આવ્યા હતા.
તે દિવસે બંનેએ કલાકો સુધી વાતો કરી અને ત્યારથી તેમની મિત્રતા પ્રેમમાં ફેરવાઈ ગઈ. 7 વર્ષના સંબંધ પછી બંનેએ 23 જૂન 2024ના રોજ મુંબઈમાં સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ લગ્ન કર્યા, જેમાં તેમના નજીકના મિત્રો અને પરિવારના સભ્યો હાજર રહ્યા હતા.