મનોરંજન

સોનાક્ષી સિંહાએ ખોલ્યું સલમાન ખાનના સ્ટારડમનું રહસ્ય: ‘એને ખુદને પણ નથી ખબર કે…’

મુંબઈઃ ‘દબંગ’ જેવી ફિલ્મોમાં સલમાન ખાન સાથે કામ કરી ચૂકેલી સોનાક્ષી સિંહા ઘણી વખત સલમાન ખાનના વખાણ કરતી જોવા મળી છે. પણ આ વખતે અભિનેત્રીની વાતો હૃદયને સ્પર્શી ગઈ. તાજેતરમાં, એક ઇન્ટરવ્યુ દરમિયાન અભિનેત્રીએ સુપરસ્ટાર સલમાન ખાન વિષે એવી વાત જણાવી જે તેને ઉદ્યોગમાં બધાથી અલગ પાડે છે.

નિકિતા રોયની મુખ્ય અભિનેત્રી સોનાક્ષી સિંહાએ એક મુલાકાતમાં મેગાસ્ટારના આવા એક ગુણ અંગે જણાવ્યું હતું કે જે તેને અન્ય લોકોથી અલગ પાડે છે. સલમાન ખાન જેવું વ્યક્તિત્વ બહુ ઓછા લોકોમાં જોવા મળે છે અને તેમનો અંદાજ બધાથી અલગ છે.

આ પણ વાંચો: સોનાક્ષી સિંહાની ‘નિકિતા રોય’ને થિયેટરમાં સ્ક્રીન નહીં મળી, નિર્માતાઓએ લીધો આ નિર્ણય…

અભિનેત્રીએ આગળ કહ્યું, ‘તમને ખબર છે સલમાનને બીજાઓથી શું અલગ પડે છે? ખ્યાતિ પ્રત્યે તેમનું વલણ. એવું લાગે છે કે તેને કોઈ પરવા નથી કે તે કેટલો મોટો સ્ટાર છે. ખૂબ જ સામાન્ય, ખૂબ જ સહજ. એવું લાગે છે કે તેણે સ્ટારડમને એટલી સહજતાથી લીધું છે કે, તેને પોતાને પણ ખબર નથી કે તે કેટલો મોટો સુપરસ્ટાર છે. તે પોતાની દુનિયામાં રહે છે, પોતાનું જીવન પોતાની રીતે જીવે છે અને તે જ મને સૌથી અદ્ભુત લાગે છે.’

સોનાક્ષી સિંહાની આ પ્રશંસા સલમાન ખાન સાથે કામ કરી ચૂકેલા ઘણા લોકોની લાગણીઓ જેવી જ હોઈ શકે છે. દાયકાઓ સુધી બોક્સ-ઓફિસ પર રાજ કરવા છતાં, આ મેગાસ્ટારે પોતાના પગ જમીન પર રાખ્યા છે. તેની ઉદારતા, નિખાલસતા અને વિશાળ ફેનફોલોઇંગ તેને આજે પણ એક રહસ્ય બનાવે છે.

આ પણ વાંચો: સોનાક્ષી-ઝહિરની પ્રથમ વર્ષગાંઠઃ પાર્ટીમાં ભાઈઓની નારાજગી ફરી નજરે ચડી

સલમાન ખાન એક એવો સુપરસ્ટાર છે જે ઇમેજ અને પબ્લિસિટીથી ભરેલી આ ઇન્ડસ્ટ્રીમાં બધાથી અલગ છે. સોનાક્ષી સિંહાના મતે સલમાન ખાનની વાસ્તવિક તાકાત કદાચ એ છે કે તે એવી દુનિયામાં પણ વાસ્તવિક રહે છે, જ્યાં લોકો ઘણીવાર ખોટો દેખાડો કરે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button