તો શું, નીતુ કપૂરનો ક્રશ અને ઝીન્નત અમાનને મિસ્ટ્રી બૉક્સ આપનાર એક જ વ્યક્તિ હતી

ગયા વર્ષે ઓગસ્ટમાં, પીઢ અભિનેત્રી ઝીનત અમાને ઇન્સ્ટાગ્રામ પર એક રહસ્યમય બોક્સનો ઉલ્લેખ કરીને એક પોસ્ટ શેર કરી હતી. હવે કરણ જોહરના શો ‘કોફી વિથ કરણ 8’માં ઝીનત અમાને ખુલાસો કર્યો છે કે તે મિસ્ટ્રી બોક્સ કોણે આપ્યું હતું. જ્યારે નીતુ કપૂરે તેના ક્રશનું નામ જાહેર કર્યું છે.
કરણ જોહરનો લોકપ્રિય ચેટ શો ‘કોફી વિથ કરણ 8’ ચર્ચામાં છે. પ્રખ્યાત ફિલ્મ નિર્માતાએ સોમવારે એક પ્રોમો વીડિયો શેર કર્યો હતો, જેમાં બતાવવામાં આવ્યું હતું કે શોમાં આગામી ગેસ્ટ કોણ છે? ખાસ વાત એ છે કે સ્પેશિયલ ગેસ્ટ બીજું કોઈ નહીં પણ પીઢ અભિનેત્રીઓ નીતુ કપૂર અને ઝીનત અમાન છે. આ પ્રોમો જોયા પછી, લોકો ‘કોફી વિથ કરણ 8’નો આગામી એપિસોડ જોવા માટે ખૂબ જ ઉત્સાહિત છે. ઝીનત અમાન અને નીતુ કપૂર ‘કોફી વિથ કરણ 8’માં રસપ્રદ ખુલાસા કરવા માટે તૈયાર છે.
પ્રોમો વીડિયોમાં તમે જોઈ શકો છો કે કરણ અભિનેત્રી ઝીનત અમાનને તેના મિસ્ટ્રી બોક્સ વિશે પૂછે છે ત્યારે ઝીનત અમાનના જવાબથી નીતુ કપૂર ચોંકી જાય છે અને તે જોરથી હસવા લાગે છે. ઝીનત અમાને જવાબ આપ્યો, ‘કપૂર પરિવારે આપ્યો.’ તમને જણાવી દઈએ કે, ગયા વર્ષે ઓગસ્ટમાં, પીઢ અભિનેત્રીએ ઇન્સ્ટાગ્રામ પર રહસ્યમય બોક્સનો ઉલ્લેખ કરીને એક પોસ્ટ શેર કરી હતી.
નીતુ કપૂરે ‘કોફી વિથ કરણ 8’માં તેના ક્રશનું નામ જાહેર કર્યું છે. પ્રોમોની શરૂઆત નીતુ કપૂર અને ઝીનત અમાનની સ્ટાઇલિશ એન્ટ્રીથી થાય છે. કરણ જોહરે નીતુ કપૂરને પૂછ્યું, ‘તારો ક્રશ કોણ છે?’ રણબીર કપૂરની માતા નીતુ કપૂર કહે છે કે ‘ઋષિ કપૂર સિવાય કપૂર પરિવારમાં તેનો ક્રશ શશિ કપૂર રહ્યો છે.’ શશિ કપૂર ઋષિ કપૂરના કાકા એટલે કે નીતુ કપૂરના કાકાસસરા થાય.
ઝીનત અમાન મનીષ મલ્હોત્રાની દિગ્દર્શિત ડેબ્યૂ ફિલ્મ ‘બન ટિક્કી’માં કામ કરવા માટે તૈયાર છે. તે શબાના આઝમી સાથે સ્ક્રીન શેર કરતી જોવા મળશે. ઝીનત અને શબાનાએ અગાઉ ‘ઈશ્ક ઈશ્ક ઈશ્ક’ (1974) અને ‘અશાંતિ’ (1982)માં સ્ક્રીન સ્પેસ શેર કરી હતી. નીતુના વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો, તે છેલ્લે વરુણ ધવન, કિયારા અડવાણી અને અનિલ કપૂર સાથે ફિલ્મ ‘જુગ જુગ જિયો’માં જોવા મળી હતી.