બોલીવૂડ એક્ટ્રેસ Anushka Sharma અને ટીમ ઈન્ડિયાનો સ્ટાર ખેલાડી Virat Kohli એક ક્યૂટ, એડોરેબલ અને લવેબલ કપલ છે. સોશિયલ મીડિયા પણ બંનેને સાથે જોઈને નેટિઝન્સને મજા પડી જતી હોય છે એમ કપલ પણ ફેન્સને ખુશ કરવામાં કોઈ કમી બાકી નથી રાખતું. હાલમાં પણ Anushka Sharmaએ પોતે કેમ Husband
Virat Kohliના કપડાં પહેરે છે એ બાબતે ચોંકાવનારો ખુલાસો કર્યો હતો. આવો જોઈએ આખરે એવું તે શું કહ્યું Anushka Sharmaએ…
પતિના કપડાં પહેરવા બાબતે ખુલાસો કરતાં અનુષ્કા શર્માએ જણાવ્યું હતું કે હું આવું કરું છું તો એ વિરાટને ખૂબ જ પસંદ છે અને તેને એનાથી ખુશી મળે છે. અત્રે ઉલ્લેખનીય છે કે અનુષ્કા શર્મા ઘણી વખત વિરાટ કોહલીએ પહેર્યા હોય એવા ટી-શર્ટ કે જેકેટ પહેરતી જોવા મળે છે. અનુષ્કા અવારનવાર વિરાટ કોહલીના વોર્ડરોબમાંથી ટી-શર્ટ અને જેકેટ પહેરે છે.
હાલમાં જ વિરાટ કોહલીએ પત્ની અનુષ્કા શર્માના જન્મદિવસે બર્થડે પર એક પાર્ટીનું આયોજન કર્યું હતું અને બીજા સંતાન અકાયના જન્મને કારણે અનુષ્કા શર્મા આઈપીએલની ચાલી રહેલી મેચમાં પતિ વિરાટ કોહલીને ચીયર અપ કરવા નહોતી પહોંચી શકતી. પણ છેલ્લી બે મેચમાં અનુષ્કા શર્મા વિરાટને ચીયર અપ કરવા માટે સ્ટેડિયમ પહોંચી હતી. લાંબા સમય બાદ અનુષ્કા શર્માને સ્ટેડિયમમાં પાછી જોઈને ફેન્સ પણ એકદમ ખુશ થઈ ગયા હતા.
હંમેશની જેમ આ વખતે પણ અનુષ્કા સ્ટેડિયમમાં પહોંચતા ફેન્સને અનુષ્કા અને વિરાટ કોહલી વચ્ચેની લવ કેમેસ્ટ્રી જોવા મળી હતી, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. જોકે, કેટલાક લોકો બંનેની આવી હરકતને પસંદ કરી રહ્યા છે તો કેટલાક લોકો તેમને ટ્રોલ પણ કરી રહ્યા છે.