
મુંબઈ: ભારતીય ક્રિકેટર સ્મૃતિ મંધાના અને મ્યુઝિક ડિરેક્ટર પલાશ મુચ્છલના લગ્ન, જે અગાઉ ૨૩ નવેમ્બરના રોજ યોજાવાના હતા, પરંતુ અગાઉ મુલતવી રાખવામાં આવ્યા હતા. સોશિયલ મીડિયા પર હવે એવી જોરદાર અફવાઓ ચાલી રહી છે કે આ દંપતી 7 ડિસેમ્બરના રોજ લગ્ન કરવા જઈ રહ્યું છે.
આ અફવાઓ વાયરલ થતાં જ, ચાહકોએ સોશિયલ મીડિયા પર આ દંપતીને અભિનંદન આપવાનું શરૂ કરી દીધું છે. જોકે, આ અફવાને લઈને સ્મૃતિ મંધાનાના ભાઈએ મહત્ત્વનો ખુલાસો કર્યો છે.
આપણ વાચો: સ્મૃતિ મંધાના અને પલાશ મુચ્છલના લગ્ન કેમ અચાનક મોકૂફ રાખવામાં આવ્યા?
બંનેના લગ્ન થવા જઈ રહ્યા છે
સ્મૃતિ મંધાનાના લગ્નને લઈને એક યુઝરે દાવો કર્યો હતો કે 7 ડિસેમ્બરે પલાશ અને સ્મૃતિના લગ્ન થશે, જેમાં ફક્ત નજીકના મિત્રો અને સંબંધીઓ જ હાજર રહેશે. બીજા એક યુઝરે બંનેને શુભેચ્છાઓ પાઠવતા લખ્યું હતું કે તેમના લગ્ન થવા જઈ રહ્યા છે, બંને માટે હું ખુશ છું” જોકે, સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી આવી અફવાને લઈને સ્મૃતિ મંધાનાના ભાઈ શ્રવણ મંધાનાએ ખુલાસો કર્યો છે.
મીડિયા સાથે વાત કરતા શ્રવણ મંધાનાએ જણાવ્યું કે, “મને આ અફવાઓ વિશે કોઈ જાણ નથી. મને ફક્ત એટલું જ ખબર છે કે લગ્ન હજુ પણ મુલતવી રાખવામાં આવ્યા છે.
આપણ વાચો: સ્મૃતિ મંધાના સાઉથ આફ્રિકાને ભારે પડી શકે, હરમન મોટા વિક્રમની નજીક
શ્રીનિવાસ અને પલાશ થયા સ્વસ્થ
23 નવેમ્બરના સ્મૃતિ મંધાના અને પલાશ મુચ્છલ લગ્નગ્રંથીમાં બંધાવાના હતા. પરંતુ સ્મૃતિના પિતા શ્રીનિવાસ મંધાનાની તબિયત લથડી હતી. અચાનક હાર્ટ એટેકના લક્ષણોને કારણે તેઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જોકે, હવે શ્રીનિવાસ મંધાનાની તબિયત સ્થિર થતા તેઓને 25 નવેમ્બરની સવારે સર્વહિત હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.
જોકે, બીજી તરફ સ્મૃતિ મંધાનાના પિતાની નાદુરસ્ત તબિયત અને લગ્ન મુલતવી રહેવાના તણાવના કારણે વરરાજા પલાશ મુચ્છલને પણ મુંબઈની SRV હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ગત રવિવારે પલાશ મુચ્છલ લગ્ન મુલતવી રહ્યા પછી પહેલીવાર એરપોર્ટ પર જાહેરમાં જોવા મળ્યો હતો.
હવે ફરી ક્યારે જાહેર થશે લગ્નની નવી તારીખ
ઉલ્લેખનીય છે કે, શ્રીનિવાસ મંધાના અને પલાશ મુચ્છલના સ્વસ્થ થયા બાદ હવે બધાની નજર સ્મૃતિ અને પલાશના લગ્નની નવી તારીખ પર છે. જોકે, બંનેના પરિવાર તરફથી લગ્નની નવી તારીખ કે આ અંગેના કોઈ અન્ય અપડેટ વિશે કોઈ સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી. એવામાં તેઓને 7 ડિસેમ્બરે લગ્ન થવાની અફવા ફેલાઈ હતી.
આ અફવાનો પણ હવે અંત આવી ગયો છે. અગાઉ એક તરફ સ્મૃતિ મંદાનાએ સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી હલદી, મહેંદી, સંગીતના ફોટો હટાવી દીધા હતા. તો બીજી તરફ પલાશ મુચ્છલની અન્ય યુવતી સાથેની ચેટના સ્ક્રિનશોર્ટ પણ વાયરલ થયા હતા. જે બંનેના લગ્ન મુલતવી રાખવાનું કારણ બન્યા છે, એવું મીડિયા સૂત્રો જણાવી રહ્યા છે.



