બોક્સ ઓફિસ પર આમિરની ‘સિતારે ઝમીન પર’ છવાઈ, ‘હાઉસફુલ 5’ અને ‘માઁ’ના શું હાલ છે જાણો?

મુંબઈઃ આમિર ખાનની ફિલ્મ ‘સિતારે જમીન પર’ને રિલીઝ થયાને આજે બે અઠવાડિયા થઈ ગયાં છે. આમિરની છેલ્લા બે ફિલ્મો કરતા આ ફિલ્મ બોક્સ ઓફિસ પર હિટ સાબિત થઈ છે. આમિરની આ ફિલ્મને લોકો ખૂબ જ પ્રેમ આપી રહ્યાં છે. ફિલ્મમાં દિવ્યાંગ બાળકોની કહાણી દર્શાવવામાં આવી છે. જેને લોકો ખૂબ જ પસંદ કરી રહ્યાં છે. આર એસ પ્રસન્નાએ આ ફિલ્મનું નિર્દેશન કર્યું છે. ‘સિતારે જમીન પર’ ફિલ્મે બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી દીધી છે, અને હજી પણ બોક્સ ઓફિસ પર બંપર કમાણી થઈ રહી છે. તેની સામે અક્ષય કુમારની હાઉસફુલ 5 હવે બોક્સ ઓફિસ પરથી ઉતરી જવાની તૈયારીમાં છે.
‘સિતારે જમીન પર’ ફિલ્મે 14મા દિવસે 2.5 કરોડ રૂપિયા છાપ્યા
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ‘સિતારે જમીન પર’ પર ફિલ્મે ભારતમાં કુલ 161.90 કરોડ રૂપિયાનો વેપાર કર્યો છે. આ ફિલ્મે 14મા દિવસે 2.5 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. બે અઠવાડિયામાં ‘સિતારે જમીન પર’ ફિલ્મે અનેક ફિલ્મોને પાછળ છોડી દીધી છે. આ ફિલ્મ ‘સિતાર જમીન પર’ ના વર્લ્ડવાઈલ્ટ કલેક્શનની વાત કરીએ તો, તેણે 14 દિવસમાં 214.50 કરોડ રૂપિયાની કમાણી કરી છે. જેમાંથી ભારતમાં 161.90 કરોડ રૂપિયા અને વિદેશોમાંથી માત્ર 52.60 કરોડ રૂપિયાની કમાણી કરી છે. પરંતુ આ ફિલ્મે ફરી એકવાર આમિર ખાનને બોક્સ ઓફિસ પર સફળતા અપાવી છે.

હાઉસફુલ 5એ બોક્સ ઓફિસ પર કુલ 288 કરોડ રૂપિયાની કમાણી કરી
બોક્સ ઓફિસ પર અત્યારે અક્ષય કુમાર સહિત 20 જેટલા સ્ટાર્સની હાઉસફુલ 5 પણ ચાલી રહી છે. પરંતુ હવે તેનો દબદબો ઓછો થઈ રહ્યો છે. હાઉસફુલ ફ્રેન્ચાઈઝીની આ પાંચમી ફિલ્મ છે. આ ફ્રેન્ચાઈઝીની દરેક ફિલ્મોએ બોક્સ ઓફિસ પર સારી એવી કમાણી કરી બતાવી છે. હાઉસફુલ 5ની વાત કરવામાં આવે તો, ફિલ્મનું બજેટ 225 કરોડ રૂપિયા હતું જ્યારે બોક્સ ઓફિસ પર આ ફિલ્મે 288 કરોડની કમાણી કરી છે. ગઈ કાલે હાઉસફુલ 5એ માત્ર 15 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. હવે આ ફિલ્મ બોક્સ ઓફિસ પરથી ઉતરી જવાની તૈયારીમાં છે.

65 કરોડના બજેટ સામે કાજોલની ફિલ્મે 35 કરોડ રૂપિયાની કમાણી કરી
કાજોલ, રોનિત રોય, કરીન શર્મા, ઇન્દ્રનીલ સેનગુપ્તા અને અન્ય અભિનીત ફિલ્મ ‘મા’ બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી રહી છે. 27 જૂને રિલીઝ થયેલી આ સુપરનેચરલ ડ્રામા ફિલ્મની શરૂઆત ખૂબ જ ઉત્સાહજનક રહી છે. 4.75 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. બીજા દિવસે 6 કરોડ રૂપિયા અને પહેલા રવિવારે 6.75 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. કાજોલની ફિલ્મ ‘મા’નું બજેટ 65 કરોડ રૂપિયા છે. આ ફિલ્મે વિશ્વભરમાં બોક્સ ઓફિસ કલેક્શનમાં 36 કરોડ રૂપિયાનો આંકડો પાર કરી દીધો છે.