મનોરંજન

સિકંદરના ટ્રેલરથી જ માથું દુઃખી જાય તેમ છે, હવે સલમાનના ફેન્સ ને ઈદની રજાઓ કમાણી કરાવે તો થાય…

સિકંદરના ટ્રેલરથી જ માથું દુઃખી જાય તેમ છે, હવે સલમાનના ફેન્સ ને ઈદની રજાઓ કમાણી કરાવે તો થાય ફિલ્મનું ટ્રેલર ઘણીવાર ખાસ આકર્ષનારું ન પણ હોય અને ફિલ્મ સારી હોય તેમ બને, પરંતુ ટ્રેલર પરથી એવો અંદાજ આવી જાય કે ફિલ્મ ક્યા વિષય પણ વાત કરવા માગે છે અથવા તો લીડરોલ કરનારા સ્ટારનું કેરેક્ટર કેવું છે. જોકે સલમાન ખાનની આવનારી ફિલ્મ સિકંદરનું ટ્રેલર જોઈને તમને કંઈ ખબર પડે તો તમારી સમજને સલામ. સ્ટોરીની તો ખબર નથી, પણ ફિલ્મ એકની એક જૂના કોન્સેપ્ટ, સસ્તા ડાયલોગ્સ અને એકના એક મારધાડની સિન્સથી બનેલી હોય તેમ લાગે છે.

આ પણ વાંચો…સલમાન ખાનની સિકંદરની રિલિઝને માત્ર આઠ દિવસ બાકી, પણ કેમ નથી થતું પ્રમોશન…

સલમાન ખાનને રાજકોટનો રાજા છે તેમ કહી ગૂંડો બતાવવામાં આવ્યો છે કે પોલીસવાળો તે સમજાતું જ નથી. અચાનક તે મુંબઈ જાય છે ત્યાં કોઈ એક પરિવાર માટે મસિહા બની જાય છે, મારધાડ કરે છે, તેવામાં રશ્મિકા સાધના પર ફિલ્માવાયેલું ખૂબ જ લોકપ્રિય ગીત ગાય છે લગ જા ગલે, શાયદ ફિર ઈસ જનમને…હવે રશ્મિકા અધવચ્ચે ક્યાંક મૃત્યુ પામતી હોય તેમ લાગે છે ને પછી સલમાન રાઉડી બની જતો દેખાડાય છે.

ખરેખર કંઈ સમજાય નહીં તેવું ટ્રેલર જોઈ સારી ફિલ્મ જોવાના રસિયાઓ તો નિરાશ થયા જ છે, પણ સાથે સલમાનના ફેન્સ પણ નિરાશ થાય છે કારણ કે આવો સલમાન જોઈ જોઈને તેઓ થાક્યા છે. એના એ જ એક્શન્સ, ડાન્સ મુવમેન્ટ, સલમાનને લાર્જર ધેન લાઈફ બતાવાતો જોઈ હવે કંટાળો ચડી જાય છે.

આ પણ વાંચો…હેં, Salman Khan નથી સલમાન ખાનનું સાચું નામ? શું છે હકીકત, જાણી લો એક ક્લિક પર…

જોકે આ ફિલ્મને માત્ર સલમાન જ તારી શકે છે. ઘણા સમયથી તેની ફિલ્મની રાહ જોતા તેના ફેન્સ એકાદ વાર તો થિયેટરમાં જઈ ફિલ્મ જોઈ નાખશે. વળી, ઈદની રજાઓ આવી રહી છે આથી સલમાનની ફિલ્મ સારું ઓપનિંગ મેળવશે અને નિર્માતાઓના પૈસા નહીં ડૂબે તેમ લાગે છે, પરંતુ સારી ફિલ્મના શોખિનોના ભાગે લગભગ નિરાશા જ આવશે, તેમ ટ્રેલર જોઈ લાગી રહ્યું છે, પરંતુ આ માત્ર ટ્રેલર છે, ફિલ્મ તો અભી બાકી હૈ…એટલે કંઈ કહેવાય નહીં.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button