વેકેશનની મોજ માણતી શ્વેતા તિવારીની તસવીરો વાઈરલ, ચાહકો દંગ રહી ગયા

મુંબઈ: ‘કસૌટી ઝિંદગી કી’ સિરીયલમાં પ્રેરણાનું પાત્ર ભજવીને ભારતના ઘર ઘરમાં જાણીતી બનેલી શ્વેતા તિવારીને સિરીયલો અને ફિલ્મોમાં કામ કરતા બે દાયકા કરતાં વધુ સમય વીતી ગયો છે અને તે બે બાળકોની માતા પણ છે, પરંતુ તાજેતરમાં થાઈલેન્ડમાં વેકેશનની મજા માણતી તસવીરો જોરદાર વાઈરલ થઈ રહી છે. વેકેશનની મોજ માણતી શ્વેતાની તસવીરો જોઈને ચાહકોએ દંગ રહી ગયા હતા.
જોકે, જે રીતે શ્વેતા તિવારીએ પોતાની જે રીતે સંભાળ લીધી છે તે જોઇને કોઇ ન કહી શકે કે તે બબ્બે સંતાનોની માતા છે અને તેમાંથી એક દીકરી તો પોતે હિરોઇન બની શકે એ ઉંમરની થઇ ગઇ છે. જોકે, હાલમાં જ શ્વેતા તિવારીએ પોતાની હોટ તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી, જે ઝડપથી વાયરલ થઇ રહી છે.
આ તસવીરોમાં શ્વેતા તિવારીની સુંદરતા જોઇ તેના ચાહકો હજારોની સંખ્યામાં કોમેન્ટ્સ કરી રહ્યા છે અને તેમાં એક કોમેન્ટ વારંવાર રિપીટ થઇ રહી છે, જેમાં કહેવામાં આવે છે કે ‘શ્વેતાને જોઇને કોઇ ન કહી શકે કે તમે બે બાળકોની માતા છો’.
શ્વેતા તિવારી 43 વર્ષની થઇ હોવા છતાં પોતાનાથી ઓછી ઉંમરની હિરોઇનોને પણ કોમ્પિટીશન આપે છે. સુંદરતાની સાથે સાથે શ્વેતા તિવારી પોતાની ફિટનેસનું પણ એટલું જ ધ્યાન રાખે છે, જેના કારણે આટલી ઉંમરે પણ તે પોતાની વીસીમાં હોય તેટલી આકર્ષક દેખાય છે.
હાલમાં શ્વેતા તિવારીએ જે તસવીરો શેર કરી છે તેમાં તે અત્યંત બોલ્ડ અને હોટ દેખાય છે. આ તસવીરો થાઇલેન્ડની છે, જ્યાં શ્વેતા પોતાના કુટુંબ સાથે વેકેશન મનાવી રહી છે. પોતાના વેકેશનની વિગતો અને તસવીરો તે અવારનવાર સોશિયલ મીડિયા પર શેર કરતી હોય છે.
હાલમાં શ્વેતાએ જે તસવીર શેર કરી તેમાં તે વ્હાઇટ કલરની બ્રાલેટ અને બ્લેક શોટર્સ પહેરેલી સમુદ્રકિનારે પોઝ દેતી દેખાય છે. આ તસવીર જોઇને શ્વેતાએ લોકો પૂછી રહ્યા છે કે ‘તમે કઇ ચક્કીનો લોટ ખાવ છો’. તો એક યુઝરે ‘તમારી સામે તો તમારી 23 વર્ષની દીકરી પણ દેખાવની બાબતે ઉણી ઉતરે તેટલા સુંદર દેખાવ છો તમે’, એવી કમેન્ટ કરી હતી.