મનોરંજન

શ્રુતિએ Secret Wedding પર તોડ્યું મૌન અને કહી દીધી આવી વાત…

સાઉથની પોપ્યુલર એક્ટ્રેસ અને કમલ હસન દીકરી શ્રુતિ હાલમાં પોતાની ફિલ્મ સાલારને કારણે ખૂબ જ લાઈમલાઈટમાં છે. આ ફિલ્મમાં શ્રુતિ પ્રભાસ સાથે કામ કરતી જોવા મળશે, પરંતુ એ સિવાય પણ બીજું એક કારણ છે કે જેને કારણે શ્રુતિ ખાસ્સી એવી ચર્ચામાં રહી છે અને આ કારણ તેની પર્સનલ લાઈફ સંબંધિત છે. ગઈકાલે જ વહેતા થયેલાં કેટલાક અહેવાલોમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે શ્રુતિએ તેના બોયફ્રેન્ડ સાથે સિક્રેટ વેડિંગ કરી લીધા છે, પણ હવે શ્રુતિએ ખુદ આ અંગે મૌન તોડ્યું છે.

વાત જાણે એમ છે કે ઓરીની પોસ્ટને કારણે આ આખી ચર્ચાઓ શરૂ થઈ હતી. ઓરીએ પોતાની પોસ્ટમાં શ્રુતિના બોયફ્રેન્ડ શાંતનુને તેનો હસબન્ડ ગણાવ્યો હતો અને બસ ત્યાર બાદ સોશિયલ મીડિયા પર શ્રુતિના સિક્રેટ વેડિંગની અફવાઓ ઉડવા લાગી હતી. પરંતુ આખરે હવે આ અફવાઓથી કંટાળેલી શ્રુતિએ પ્રતિક્રિયા આપી છે.

આવો જોઈએ શું કહ્યું શ્રુતિએ…
શ્રુતિએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ લખીને સ્પષ્ટતા કરી હતી કે મેં કોઈ લગ્ન નથી કર્યા. જે દરેક વસ્તુ ખુલીને કહી દે છે એ લગ્ન જેવી વાત કેમ છુપાવશે અને એમાં છુપાવવા જેવું શું છે? આ સિવાય શાંતનુએ પણ સ્ટોરી પોસ્ટ કરીને લગ્નની અફવાઓને રદીયો આપ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ઓરીએ એક પોસ્ટ શેર કરી હતી અને એમાં તેણે તેના નેચરને લઈને ઘણી બધી વાતો કહી હતી. આ જ પોસ્ટમાં ઓરીએ કહ્યું હતું કે શ્રુતિએ મારી સાથે પોઝ ના આપ્યો કારણ કે મેં એને પૂછ્યું નહોતું. એક ઈવેન્ટમાં એણે મારી સાથે ખૂબ જ ખરાબ રીતે વર્તન કર્યું હતું. મને ખૂબ જ ખોટું લાગ્યું હતું. પરંતુ કદાચ એ કોઈ ગેરસમજ હશે, કારણ કે હું એના પતિ સાથે ખૂબ જ સારી રીતે વર્તન કરતો હતો…

બસ, ઓરીની આ પોસ્ટને કારણે જ બધા લોચા લાપસી થયા હતા અને લોકોએ એવું માની લીધું હતું કે શ્રુતિએ બધાથી છુપીને સિક્રેટ વેડિંગ કરી લીધા છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button