મનોરંજન

શ્રદ્ધા કપૂરે બોલીવુડના આ કલાકાર સાથે કોફી પીવા માગે છે, સોશિયલ મીડિયા પર શું લખ્યું?

મુંબઈ: ટેલિવિઝનનો સૌથી લોકપ્રિય ક્વિઝ શો ‘કોન બનેગા કરોડપતિ’ તેની 17મી સીઝન સાથે દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. તાજેતરના એક એપિસોડમાં અમિતાભ બચ્ચન સામે હોટ સીટ પર બેઠેલા સ્પર્ધકે જાહેરમાં સ્વીકાર્યું હતું કે તે એક્ટર્સ શ્રદ્ધા કપૂરનો સૌથી મોટો ફેન છે. આ સ્પર્ધકે ન માત્ર ઓનકેમેરા પોતાની લાગણી વ્યક્ત કરી, પરંતુ શ્રદ્ધા કપૂરને ડેટ પર લઈ જવાની ઈચ્છા પણ વ્યક્ત કરી હતી, જે સાંભળીને બિગ બી પોતે પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. જોકે, એનાથી બીજી મજાની વાત એ છે કે સુંદર અદાકારાએ તેના ચાહકને જવાબ આપ્યા પહેલા પોતે દિલ ખોલીને બિગ બી સાથે કોફી પીવાની વાત કરી નાખી હતી.

શો દરમિયાન જ્યારે સ્પર્ધકે કહ્યું કે તે શ્રદ્ધા કપૂરને ડેટ પર લઈ જવા માંગે છે, ત્યારે અમિતાભ બચ્ચને મજાકિયા અંદાજમાં તેને કહ્યું હતું કે, “શું તને ખબર છે કે તેના પિતા કોણ છે?” સ્પર્ધકે હસતા હસતા જવાબ આપ્યો કે તે શક્તિ કપૂર ઉર્ફે ‘ક્રાઈમ માસ્ટર ગોગો’ને સારી રીતે ઓળખે છે. આ સાંભળી અમિતાભ બચ્ચને કેમેરા સામે જોઈને શ્રદ્ધા કપૂરને વિનંતી કરી કે જો તે આ પ્રોગ્રામ જોઈ રહી હોય તો આ ચાહકની ઓફર પર વિચાર કરે અને તેની સાથે કોફી પીવા જાય.

જ્યારે ટીવીએ આ વીડિયો શેર કર્યો ત્યારે તેના પર શ્રદ્ધા કપૂરની નજર પડી હતી. તેણે તરત જ પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર આ વીડિયોની પ્રતિક્રિયા આપી હતી. શ્રદ્ધાએ લખ્યું કે, “અમિતાભ સર, હું તમારી સૌથી મોટી ફેન છું, એટલે પહેલા તમે મારી સાથે કોફી પીવો!” શ્રદ્ધાએ બિગ બીના વખાણ કરતા દુનિયાના સૌથી સારા હોસ્ટ ગણાવ્યા અને કહ્યું કે તેઓ દરેક વસ્તુને ખૂબ જ ગરિમાપૂર્ણ અને સુંદર બનાવી દે છે.

ઉલ્લેખનીય છે કે, બહુ ઓછા લોકો જાણે છે કે શ્રદ્ધા કપૂરે વર્ષ 2010માં ફિલ્મ ‘તીન પત્તી’થી બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું અને આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન મુખ્ય ભૂમિકામાં હતા. આમ, શ્રદ્ધાએ તેની કારકિર્દીની શરૂઆત જ મહાનાયક સાથે કરી હતી. હાલમાં શ્રદ્ધા કપૂર તેની બ્લોકબસ્ટર ફિલ્મ ‘સ્ત્રી ૨’ની સક્સેસનો આનંદ માણી રહી છે અને તે પોતાના બિઝનેસ વેન્ચર્સ તેમ જ આગામી ફિલ્મોના શૂટિંગમાં વ્યસ્ત છે.

આ પણ વાંચો…KBCમાં બિગ બીની સામે હોટ સીટ પર બેસવા વર્ષોથી મહેનત કરી રહ્યો હતો જાણીતો સિંગર, પોસ્ટ કરીને કહ્યું…

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button