શિલ્પા શેટ્ટી-રાજ કુંદ્રા સામે મુંબઈના ક્યા બિઝનેસમેનને 60 કરોડનો ચૂનો લગાવવાની નોંધાઈ ફરિયાદ ? | મુંબઈ સમાચાર

શિલ્પા શેટ્ટી-રાજ કુંદ્રા સામે મુંબઈના ક્યા બિઝનેસમેનને 60 કરોડનો ચૂનો લગાવવાની નોંધાઈ ફરિયાદ ?

નવી દિલ્લીઃ બોલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને તેના પતિ રાજ કુંદ્રાની ચિંતામાં ફરી વધારો થયો છે. આ બંને સામે મુંબઈમાં એક ઉદ્યોગપતિએ 60 કરોડ રૂપિયાની છેતરપિંડીનો આરોપ લગાવ્યો છે. દીપક કોઠારી નામના વેપારીએ આરોપ લગાવ્યો છે કે, તેમણે 2015થી 2023 દરમિયાન વ્યવસાયિક હેતુઓ માટે 60.48 કરોડ રૂપિયા આપ્યાં હતા. આ રૂપિયા શિલ્પા શેટ્ટી અને તેના પતિએ પોતાના વ્યક્તિગત કામ માટે વાપરી દીધા હોવાનો આરોપ લગાવ્યો છે.

શિલ્પા શેટ્ટી અને રાજ કુંદ્રા પર વેપારીએ લગાવ્યો મોટો આરોપ

વેપારીએ એવા આરોપ લગાવ્યો છે કે, 2015માં તેઓ રાજેશ આર્ય નામના એજન્ટ દ્વારા શિલ્પા શેટ્ટી અને રાજ કુંદ્રાના સંપર્કમાં આવ્યાં હતાં. તે સમયે શિલ્પા અને રાજ બેસ્ટ ડીલ ટીવીના ડિરેક્ટર હતા, જે એક ઓનલાઈન શોપિંગ પ્લેટફોર્મ હતું. તે સમયે શેટ્ટી કંપનીના 87% થી વધુ શેર ધરાવતા હતા. દીપક કોઠારીએ 2015ના એપ્રિલમાં 31.95 કરોડ રૂપિયા આપ્યાં હતા. ત્યાર બાદ સપ્ટેમ્બરમાં બીજી વખત રૂપિયા આપ્યાં હતા. કોઠારીએ 2015થી 2016માં 28.54 કરોડ રૂપિયા આપ્યાં હોવાનો દાવો છે. કુલ મળીને વેપારીએ 60.45 કરોડ રૂપિયા આપ્યા હતાં.

સ્ટેમ્પ ડ્યુટી પેટે 3.19 લાખ રૂપિયા ચૂકવ્યા હોવાનો દાવો

એટલું જ નહીં પરંતુ કરોડો રૂપિયા સાથે સ્ટેમ્પ ડ્યુટી તરીકે રૂપિયા 3.19 લાખ ચૂકવ્યા હતા. કોઠારી એવો પણ દાવો કર્યો હતો કે, એપ્રિલ 2016માં આ મામલે શિલ્પા શેટ્ટીએ તેમને વ્યક્તિગત ગેરંટી પણ આપી હતી. પરંતુ મહિનાઓ પછી સપ્ટેમ્બરમાં, તેમણે કંપનીના ડિરેક્ટર પદેથી રાજીનામું આપી દીધું. બાદમાં 1.28 કરોડની દેવાળું ફુંકાયું હોવાનું પણ પ્રકાશમાં આવ્યું હતું.

જુહુ પોલીસ સ્ટેશન છેતરપિંડીનો કેસ નોંધવામાં આવેલો

દીપક કોઠારીએ પોતાની ફરિયાદમાં શિલ્પા શેટ્ટી અને રાજ કુંદ્રા પર 2015-2023 દરમિયાન એક સુનિયોજિત કાવતરું ચલાવવાનો આરોપ મૂક્યો હતો, જેમાં તેમણે વ્યવસાયિક હેતુઓ માટે પૈસા લીધા હતા અને તેને વ્યક્તિગત ખર્ચ માટે વાપરી દીધા હોવાનો આરોપ છે. આ સમગ્ર મામલે જુહુ પોલીસ સ્ટેશન છેતરપિંડીનો કેસ નોંધવામાં આવ્યો હતો. આ કેસામં કરોડ રૂપિયા છેતરપિંડીનો આરોપ હોવાના કારણે આ કેસ EOWને એટલે કે, આર્થિક ગુના શાખાને સોંપવામાં આવ્યો હતો. EOW દ્વારા હવે કેસની તપાસ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો…શિલ્પા શેટ્ટીએ ફોટોગ્રાફરને કેમ કહ્યું અહીંયા આવ તું મારે તારું મોઢું જોવું છે? વીડિયો થયો વાઈરલ…

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button