મનોરંજન

શિલ્પા શેટ્ટીના ક્રોએશિયા વેકેશનમાં ઝઘડો? વાયરલ વીડિયોની હકીકત

ઝાગ્રેબઃ બોલીવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી સોશિયલ મીડિયા પર અવાર નવાર પોતાના આઈકોનીક લૂક અને બોલ્ડ અંદાજથી ચર્ચાનું કેન્દ્ર બની રહેતા હોય છે. અત્યારે શિલ્પા શેટ્ટી પોતાના 50 જન્મદિવસની ઉજવણી કરવા માટે પતિ રાજ કુન્દ્રા સાથે ક્રોએશિયામાં પહોંચ્યા છે. પરંતુ તેમનું આ વેકેશન વિવાદોના વંટોળમાં ફસાયું છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયલર થયો છે. આ વીડિયોમાં શિલ્પા અને તેની ટીમના સભ્યોની એક વિદેશી પર્યટક સાથે બોલાચાલી થઈ હોવાની ચર્ચા એ જોર પકડ્યું છે.

આ વીડિયો 9 જૂન 2025ના રોજ ક્રોએશિયાના હવાર આઈલેન્ડ પર બની છે. એક ઇન્સ્ટાગ્રામ યુઝરે વાયરલ વીડિયો શેર કરીને દાવો કર્યો કે, શિલ્પા શેટ્ટી, તેના પતિ રાજ કુંદ્રા, માતા સુનંદા, બહેન શમિતા અને બાળકો સહિતનો પરિવાર રેસ્ટોરામાં હાજર હતો.

આ વીડિયોમાં વિદેશી મહિલા શિલ્પાની ટીમને ઊંચા અવાજે વાતાવરણ શાંત રાખવાનું કહે છે. જ્યારે તેના વળતા જવાબમાં રાજ કુંદ્રા કહેતા જોવા મળ્યા કે અમે કોણ છીએ તે, તમે નથી જાણતા.

ઉલ્લેખનીય છે કે વીડિયોમાં શિલ્પા સ્પષ્ટ દેખાય રહી નથી. પરંતુ કેટલાક લોકો આ અવાજને શિલ્પા કે શમિતાનો હોવાનો દાવો કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર યુઝર્સે આને શિસ્તનો અભાવ ગણાવીને ટીકા કરી, જ્યારે ઘણા ચાહકોએ શિલ્પાનો બચાવ કર્યો.

50માં જન્મદિવસની દરિયાકિનારે ઉજવી રહી હોવાની કેટલીક પોસ્ટ શિલ્પા શેટ્ટીએ કરી છે. જોકે આ ઘટના બાદ શિલ્પા કે તેની ટીમ તરફથી કોઈ પણ નિવેદન મળ્યું નથી. આ વિવાદ બાદ શિલ્પાના ટ્રોલર્સ અને ફેન્સ સામ સામે આવ્યા છે.

આ પણ વાંચો -‏‏‎ Aishwarya Rai-Bachchanની સુંદરતાનો કાયલ હતો અભિનેતા, કહ્યું એના ચહેરા પરથી…

ઘણા લોકો એવું કહી રહ્યા છે. તમે વિદેશની ધરતી પર હોવ કે ભારતમાં હોવ તેનાથી કોઈ ફરક પડતો નથી… તમારે કેટલાક શિષ્ટાચાર જાળવવા પડશે. જ્યારે કેટલાક લોકો બંન્ને પક્ષની વાત સાંભળવાની અપીલ પણ કરી રહ્યા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button