બ્રેસ્ટ ઈમ્પ્લાન્ટ કરાવવાનું ભારે પડ્યુંઃ આખરે શર્લિન ચોપરાએ આ નિર્ણય લીધો

મુંબઈ: બોલિવૂડમાં ઘણી એક્ટ્રેસ પોતાના બોલ્ડ લૂક માટે જાણીતી છે. શર્લિન ચોપરા પણ આવી અભિનેત્રીઓ પૈકીની એક છે. જોકે, હવે શર્લિન ચોપરાએ પોતાના બોલ્ડ લૂકમાંથી મુક્તિ મેળવી લીધી છે. શર્લિન ચોપરાએ પોતાના બોલ્ડ લૂકમાંથી કેવી રીતે છૂટકારો મેળવવાનો નિર્ણય લેવાની ફરજ પડી છે.
બ્રેસ્ટ ઇમ્પ્લાન્ટ સર્જરીથી થયું શરીરને નુકસાન
અગાઉ શર્લિન ચોપરાએ બોલ્ડ લૂક મેળવવા માટે બ્રેસ્ટ ઇમ્પ્લાન્ટ સર્જરી કરાવી હતી. બોલ્ડ લૂકને લઈને ઘણી ફિલ્મો અને વેબ સીરિઝમાં પણ કામ મળ્યું હતું, પરંતુ થોડા સમય પહેલા છાતી અને શરીરમાં દુખાવાનું પ્રમાણ વધ્યું છે. ડોક્ટર્સે આ સમસ્યા પાછળનું કારણ તેની બ્રેસ્ટ ઇમ્પ્લાન્ટ સર્જરી હોવાનું જણાવ્યું હતું, જેથી શર્લિને તેની ઇમ્પ્લાન્ટેડ બ્રેસ્ટથી છૂટકારો મેળવવાનું નક્કી કર્યું હતું. જેથી શર્લિન ચોપરાએ તાજેતરમાં બ્રેસ્ટ ઇમ્પ્લાન્ટ સર્જરી કરાવ્યા પછી તેનું શરીર હળવું થઈ ગયું છે.
આ પણ વાંચો : શું શર્લિન ચોપરાએ દીકરીને દત્તક લીધી? કહ્યું- મારું સપનું સાકાર થયું
બ્રેસ્ટ ઇમ્પ્લાન્ટ સર્જરી બાદ શર્લિન ચોપરાએ ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે અને યુવાપેઢીને મહત્ત્વનો સંદેશ આપ્યો છે. વીડિયોમાં શર્લિન ચોપરાએ જણાવ્યું કે, “મારા શરીર પરનો બોજ ઉતારી દીધો છે. હવે મને શરીર પણ પતંગિયા જેવું હલકું લાગી રહ્યું છે. દેશની યુવાપેઢીને મારી વિનંતી છે કે સોશિયલ મીડિયા પર ખોટી રીતે કોઈથી પ્રભાવિત થઈને એક્સટર્નલ વેલિડેશન મેળવવાની ઘેલછામાં પોતાના શરીર સાથે કોઈ ચેડાં કરશો નહીં.
આ પણ વાંચો : અભિનેત્રી શર્લિન ચોપરાએ કંઈક કર્યું કે સોશિયલ મીડિયામાં તસવીરોએ મચાવી ધમાલ
સારા-નરસા બંને પાસા વિશે વિચારો
શર્લિન ચોપરાએ આગળ જણાવ્યું કે, “તમારે જે પણ કરાવવું હોય તેના સારા-નરસા બંને પાસા વિશે વિચારો. તમારા પરિવાર અને મેડિકલ એક્સપર્ટ સાથે તેની વિસ્તૃત ચર્ચા કરો. કોઈ પણ બાબતમાં ઉતાવળે નિર્ણય કરશો નહીં. ટોળાનો ભાગ ક્યારેય ન બનશો. તમારી વાસ્તવિક સુંદરતાને જાળવી રાખો”
ઉલ્લેખનીય છે કે શર્લિન ચોપરાએ બ્રેસ્ટ ઇમ્પ્લાન્ટ સર્જરી સિવાય લિપ્સ ફિલર્સ પણ કરાવ્યા હતા. જેનાથી પણ તેણે મુક્તિ મેળવી લીધી છે. જોકે, ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એવી ઘણી અભિનેત્રીઓ છે જે, બ્રેસ્ટ ઇમ્પ્લાન્ટ સર્જરી, નોઝ સર્જરી અને લિપ ફિલર્સ કરાવી ચૂકી છે.



