‘હીરામંડી’ ફિલ્મમાં ઓરલ સેક્સના દૃશ્ય બાદ શેખર સુમનને પત્નીએ કહી આ વાત…
મુંબઈ: પોતાની ફિલ્મોમાં અદ્ભૂત દૃશ્યો ફિલ્માવવા અને મંત્રમુગ્ધ કરી દેતા ગીત-સંગીત માટે જાણીતા ફિલ્મસર્જક સંજય લીલા ભણશાલીની હાલમાં જ રિલીઝ થયેલી સિરીઝ ‘હીરામંડી: ધ ડાયમંડ બઝાર’ ખૂબ જ ચર્ચામાં છે. તેમાં પણ ફિલ્મની સ્ટારકાસ્ટ અને દમદાર ડાયલોગ્ઝે આસિરીઝમાં ચાર ચાંદ લગાવી દીધા છે.
સિરીઝમાં બિબ્બોજાનની ગજગામીની ‘વોક’ દર્શકોને ખૂબ પસંદ પડી છે ત્યારે શેખર સુમનનો મનીષા કોઇરાલા સામેનો ઓરલ સેક્સના સીને પણ દર્શકોમાં ખાસ્સો રોમાંચ જગાવ્યો છે જેની ચર્ચા ચારેકોર થઇ રહી છે.
હવે આ સીન બાબતે અભિનેતા શેખર સુમને ખુલ્લાં દિલે વાત કરી છે અને તેમની વાતે પણ ભારે ચર્ચા જગાવી છે. તેમણે આ સીનને લઇને ચોંકાવનારા ખુલાસા કર્યા છે જે સાંભળવામાં હીરામંડીના દર્શકો જ નહીં, અન્ય દર્શકોને પણ રસ જાગ્યો છે.
ઉલ્લેખનીય છે કે મહિલા કેન્દ્રિત આ સિરીઝમાં અભિનેત્રીઓના અભિનયના તો વખાણ થયા જ છે, પરંતુ તેની સાથે સાથે નવાબનું પાત્ર ભજવનારા શેખર સુમનના અભિનયને પણ ખૂબ પ્રશંસા મળી છે.
આ પણ વાંચો: …તો હીરામંડીમાં આ તારીકાઓ હોત…સંજય લીલા ભણસાલીની ઈચ્છા આટલા વર્ષે પૂરી થઈ
એક ઇન્ટરવ્યૂ દરમિયાન શેખર સુમને આ સીન બાબતે ખુલીને વાત કરી હતી તેમ જ આ દૃશ્ય કઇ રીતે ફિલ્માવવામાં આવ્યું અને તેમની પત્નીએ આ સીન બાદ તે ઘરે પહોંચ્યા ત્યારે ત્યારે તેમને શું કહ્યું એ વાત પણ કહી.
શેખરે કહ્યું કે જ્યારે હું આ સીન કરીને ઘરે પહોંચ્યો ત્યારે હું શું કરીને આવ્યો છું તે મારી પત્નીને કહી ન શક્યો. મારી પત્નીએ પણ મને પૂછ્યું કે તમે કોઇ સીન કરીને આવ્યા છો જેના વિશે તમે મને જણાવી નથી રહ્યા. શેખર સુમને ત્યાર બાદ પોતાની પત્નીને કહ્યું કે આ સીન કહી શકાય એવો નથી એટલે એ કરીને જ બતાવી શકાય.
એટલે એ સીન તે સિરીઝમાં જ જોઇ લે. આ ઉપરાંત આ સીન એક સિંગલ ટેકમાં શૂટ કરવામાં આવ્યો હોવાનું પણ શેખરે જણાવ્યું. આ સિરીઝમાં જ શેખર સુમનના પુત્ર અધ્યયન સુમન પણ છે. અધ્યયન પણ આ સિરીઝમાં નવાબનું જ પાત્ર ભજવી રહ્યો છે.