ગુજરાતી કલાકાર સિદ્ધાર્થ રાંદેરિયાની પત્ની શેફાલીનું દુઃખદ અવસાન

ગુજરાતી રંગભૂમિ અને ફિલ્મ જગતના જાણીતા કલાકાર સિદ્ધાર્થ રાંદેરિયાના પત્ની શેફાલી રાંદેરિયાનું દુ:ખદ અવસાન થયું છે. આ સમાચારે કલા જગતમાં શોકનું વાતાવરણ બનાવી દીધું છે અને તેમના પરિવાર તેમજ ચાહકોને ગહન અસર કરી છે.
શેફાલી રાંદેરિયાનું મૃત્યુ આજે સવારે 21 ઓક્ટોબરના 7:30 વાગ્યે થયું હતું. સમાચાર મળતાની સાથે ટીવી જગતમાં દુખનું વાતાવરણ છવાઈ ગયું હતું. સિદ્ધાર્થ રાંદેરિયા, જેઓ નાટકો અને ફિલ્મોમાં તેમના કામ લઈ જાણીતા છે, તેમના માટે આ એક વ્યક્તિગત ક્ષતિ છે.
શેફાલીનું જીવન અને પરિવાર
શેફાલી સિદ્ધાર્થ રાંદેલિયાના પ્રોડક્શન હાઉસમાં પ્રતિભાશાળી કલાકાર અને ક્રિયેટીવ હેડ પણ હતા, જેમણે પોતાની રચનાત્મક કુશળતા અને વ્યવસાયિક દૃષ્ટિકોણથી કલા અને જાહેરાતના ક્ષેત્રમાં પોતાનું નામ રોશન કર્યું હતું. તેમના અવસાનથી ગુજરાતી કલા જગત અને તેમના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
ગોવર્ધન અસરાનીનું અવસાન
ઉલ્લેખનીય છે કે, ગઈકાલે દિવાળીના દિવસે ટીવી જગતના પ્રખ્યાત હાસ્ય કલાકાર ગોવર્ધન અસરાનીનું પણ અવસાન થયું હતું. તેમનું 84 વર્ષ નિધન થયું હતું. તે ઉંમરને લગતી બિમારીથી પિડાઈ રહ્યા હતા. જ્યારે 24 કલાકામાં બીજા ટીવી જગતના બીજા દુ:ખદ સમાચાર મળતા શોકનું મોજું ફરી વળ્યું છે.