સૈયારાના ડેબ્યૂ કલાકાર સહિત બોલીવૂડના ચમકતા હિરાની પરખ કરનાર ઝવેરી શાનૂ શર્મા કોણ છે?

મુંબઈ: યશ રાજ ફિલ્મ્સ (YRF)ની ફિલ્મ ‘સૈયારા’નું નામ હાલ સુધી લોકોના મોઢેથી ઉતરી રહ્યું નથી. તેને વિશ્વ ભરમાં ફિલ્મી દુનિયાના મોટા મોટા રેકોર્ડ તોડી નાખ્યા છે. બોલીવૂડ ડેબ્યૂ કલાકારો અહાન પાંડે અને અનીત પડ્ડાની એક્ટિંગે લાખો કરોડો લોકોનું દિલ જીતી લીધું છે. આ બ્લોકબસ્ટર ફિલ્મની સફળતામાં YRFની કાસ્ટિંગ ડિરેક્ટર શાનૂ શર્માનું મહત્વનું યોગદાન છે, જેના કારણે ફિલ્મને આટલી સારી કાસ્ટ મળી સાથે બોલીવૂડમાં પણ નવા સદસ્યોનું આગમન થયું. શાનૂ શર્મા, જેણે અગાઉ રણવીર સિંહ, અનુષ્કા શર્મા અને ભૂમિ પેડનેકર જેવા સ્ટાર્સને લોન્ચ કર્યા છે, તેની કાસ્ટિંગની નજરે ફરી એકવાર સૈયારાને હિટ બનાવી છે.
શાનૂ શર્મા કોણ છે?
શાનૂ શર્મા યશ રાજ ફિલ્મ્સની પ્રખ્યાત કાસ્ટિંગ ડિરેક્ટર છે, જેણે બોલીવૂડના અનેક સ્ટાર્સની કારકિર્દીને આકાર આપ્યો છે. તેણે મુંબઈના થિયેટરથી પોતાની કરિયરની શરૂઆત કરી હતી. YRFના ચેરમેન આદિત્ય ચોપડાએ તેને કાસ્ટિંગ ડિરેક્ટરની જવાબદારી સોંપી હતી. શાનૂએ 2010માં ‘બેન્ડ બાજા બારાત’માં રણવીર સિંહને કાસ્ટ કરીને બોલિવૂડમાં ધૂમ મચાવી હતી. બેન્ડ બાજા બારાત રણવીરની ડેબ્યૂ ફિલ્મ હતી. જે હીટ ફિલ્મોમાંની એક છે.
શાનૂ શર્માએ YRF સાથે લાંબા સમયથી કામ કરે છે. તેને ઘણી પ્રતિભાઓને બોલીવૂડમાં લોન્ચ કરી છે. જે આજે પોતાની કરિયરના સક્સેને ઈજોય કરી રહ્યા છે. રણવીર સિંહ ઉપરાંત, તેમણે ‘દમ લગા કે હઈશા’માં ભૂમિ પેડનેકરને લોન્ચ કરી, જે તેમની સહાયક રહી હતી. ‘ઇશ્કઝાદે’માં અર્જુન કપૂર અને ‘શુદ્ધ દેશી રોમાન્સ’માં વાણી કપૂરની કાસ્ટિંગમાં પણ શાનૂનો હાથ છે. અનુષ્કા શર્માને ‘રબ ને બના દી જોડી’માં આદિત્ય ચોપડાએ પસંદ કરી હતી, પરંતુ શાનૂએ તેમાં મદદ કરી હતી. તાજેતરમાં ‘સૈયારા’માં અહાન પાંડે અને અનીત પડ્ડાની પસંદગીએ તેમની કાસ્ટિંગ ક્ષમતાને ફરી રજૂ કરી.
શાનૂ શર્મા તેમની અનોખી કાસ્ટિંગ શૈલી માટે જાણીતી છે. તેઓ એવા કલાકારોની શોધ કરે છે, જેમનું બેકગ્રાઉન્ડ પરંપરાગત ન હોય. શાનૂ ખુલ્લા ઓડિશન લે છે, રસ્તા પર, મોલમાં કે કોફી શોપમાં પણ નવા કાલાકર શોધે છે. તેમનું માનવું છે કે કલાકારમાં કંઈક ખાસ હોવું જોઈએ, ભલે તેમની પાસે ઔપચારિક તાલીમ ન હોય. તેઓ રોલ માટે યોગ્ય ચહેરો શોધવા સ્ક્રિપ્ટને ઊંડાણથી સમજે છે અને નિર્માતા-દિગ્દર્શકો સાથે મળીને નિર્ણય લે છે.
શાનૂ શર્માની સફળતા સાથે કેટલાક વિવાદો પણ જોડાયેલા છે. તેમના પર ગેટકીપિંગ અને ભેદભાવના આરોપો લાગ્યા હતા. 2020માં સુશાંત સિંહ રાજપૂતના નિધનના કેસમાં તેમનું નામ YRFના કોન્ટ્રાક્ટ અને કાસ્ટિંગ નિર્ણયો સાથે જોડાયું હતું, જેના કારણે મુંબઈ પોલીસે તેમને તપાસ માટે બોલાવ્યા હતા.