મનોરંજન

ફિલ્મ મહારાજના એ સીન વિશે આ શું બોલી શાલિની પાંડે?

જબલપુર જેવા નાના શહેરથી આવીને બોલીવૂડની ગ્લેમરસ ઈન્ડસ્ટ્રીમાં આવીને પોતાના દમ પર અર્જુન રેડ્ડી, જયેશભાઈ જોરદાર, મહારાજ જેવી મોટી મોટી ફિલ્મો કરનાર એક્ટ્રેસ શાલિની પાંડે આજે કેટલીય છોકરીઓ માટે ઈન્સપિરીશેન બની ગઈ છે. બાળપણથી જ બિન્ધાસ્ત અને બેબાક રહેલી શાલિનીએ એક ઈન્ટરવ્યુમાં લૈંગિક બરાબરી, એક્ટ્રેસ વચ્ચેની કેટફાઈટ, સિસ્ટર હૂડ દજેવા અનેક વિષયો પર ખુલીને ચર્ચા કરી હતી. આવો જોઈએ શું કહ્યું એક્ટ્રેસે-

શાલિની પાંડેએ આ ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે એક છોકરી હોવાને કારણે દરરોજ અમારે લડવું પડે છે. 21ની ઉંમર સુધી હું મારા ઘરમાં જબલપુરમાં રહી છું. ત્યાં જ ભણી અને દરરોજ મારે લડવું પડતું હતું પછી એ મારા સંબંધી હોય કે, મારા મિત્રો હોય કો કોઈ અજાણ્યા લોકો હોય. જ્યાં સુધી તમે જીવનમાં કંઈ કરી ના લો ત્યાં સુધી તો લોકોને એવું લાગે છે કે તમે ખોટા છો.

આપણ વાંચો: ‘ડબ્બા કાર્ટેલ’ની અભિનેત્રીએ કર્યાં ચોંકાવનારા ખુલાસા, બાળપણમાં ડાન્સટીચરે કર્યું શારીરિક શોષણ

ઈન્ડસ્ટ્રીમાં થતાં હીરો-હીરોઈન વચ્ચે મતભેદ બાબતે વિશે વાત કરતાં શાલિનીએ જણાવ્યું હતું કે ઈન્ડસ્ટ્રીમાં સ્ત્રી-પુરુષ વચ્ચે ભેદભાવ થાય છે. પરંતુ એક છોકરી તરીકે મારું એવું માનવું છે કે આવું ના થવું જોઈએ અને બંનેને એક સમાન માનવામાં આવે.

આ સિવાય સ્ત્રીઓએ પણ એ વાત સમજવી પડશે કે આપણે એકબીજાની સામે નહીં પણ એકબીજાની સાથે ઊભા રહેવાનું છે જેથી આપણે લાંબી લડાઈઓ લડી શકીએ. જો સિસ્ટરહૂડની વાત કરીએ તો કદાચ આ થોડું વધારે સરળ બની જશે.

આ ઈન્ટરવ્યુમાં શાલિની ફિલ્મ મહારાજા વિશે વાત કરી હતી. શાલિનીએ જણાવ્યું હતું કે ચોક્કસ જ મહારાજ ફિલ્મમાં કામ કરવાનું અઘરું હતું, પરંતુ હું હંમેશાંથી મારા રોલ ઈમાનદારીથી નિભાવવામાં માનુ છું.

આપણ વાંચો: Maharaj Poster:આમિર ખાનના દીકરા જુનૈદ ખાનની ડેબ્યૂ ફિલ્મનું પોસ્ટર જાહેર, જાણો ક્યારે અને ક્યાં પ્લેટફોર્મ પર રીલીઝ થશે

મહારાજ ફિલ્મમાં એ સમયમાં છોકરીઓની અંધભક્તિને સમજવું, મારા માટે અઘરું છે. એ સીન કરવામાં મને સિદ્ધાર્થ પી મલ્હોત્રા, રાઈટર સ્નેહા, ડીઓપી રાજીવ સર, બધાનું ખૂબ જ યોગદાન રહ્યું છે.

મને એ સીન કરતી વખતે સમજાયું કે ભાઈ એ છોકરીઓ કઈ પરિસ્થિતિમાંથી પસાર થઈ હશે. મને સીનમ કરતી વખતે આંચકો લાગ્યો હતો. હજી પણ ક્યાંકને ક્યાંક આવી વસ્તુ થતી જ હોય છે. મોટા શહેરોમાં તો આવું નથી થતું પણ હું આ વિચારીને જ થથરી જાઉં છું, એવું શાલિનીએ વધુમાં જણાવ્યું હતું.

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો શાલિની છેલ્લે ડબ્બા કાર્ટલમાં જોવા મળી હતી. જેમાં તેની સાથે શબાના આઝમી પણ લીડ રોલમાં જોવા મળ્યા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button