મનોરંજન

શાહિદ કપૂરની ‘દેવા’ ફિલ્મનું પોસ્ટર રિલીઝ, ડેશિંગ લૂકથી ચાહકોને કર્યાં પ્રભાવિત

મુંબઈઃ બોલીવુડમાં ‘ચોકલેટ બોય’ તરીકે જાણીતા શાહિદ કપૂર ટૂંક સમયમાં જ પડદા પર ધૂમ મચાવવા માટે સજ્જ બની ગયો છે. શાહિદ કપૂર એક્શન અને સસ્પેન્સથી ભરેલી ફિલ્મ ‘દેવા’ આ મહિને સિનેમાઘરોમાં રિલીઝ માટે તૈયાર છે.

શાહિદની આગામી ફિલ્મની રિલીઝ પહેલા મેકર્સે તેનું નવું મોશન પોસ્ટર રિલીઝ કર્યું છે, જેમાં અભિનેતાનો ડેશિંગ અવતાર જોવા મળે છે.

શાહિદ કપૂર ‘દેવા’ના પોસ્ટરમાં અદભૂત લાગે છે, તેણે ખુલ્લા બટનવાળું સફેદ શર્ટ, ગળામાં ચેન અને હાથમાં સિગારેટ પકડેલી છે. મોશન પોસ્ટરમાં સિગારેટમાંથી નીકળતો ધુમાડો તેના લૂકને વધુ પ્રભાવશાળી બનાવે છે.

આપણ વાંચો: આ દિવસે એક્શન ફિલ્મમાં ધૂમ મચાવવા આવશે શાહિદ કપૂર

પોસ્ટરમાં શાહિદનો લુક અમિતાભ બચ્ચનના ફિલ્મ ‘દીવાર’ના લૂકને મળતો હોવાનું માનવામાં આવે છે. હવે સવાલ એ છે કે શું મેકર્સે એવો ઈશારો કર્યો છે કે શાહિદનો રોલ ૧૯૭૫ની ફિલ્મ ‘દીવાર’ના પાત્ર જેવો હોઈ શકે છે, જો આવું થશે તો શાહિદ કપૂર બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી દેશે તેમાં કોઈ શંકા નથી.

શાહિદ કપૂરની ‘દેવા’નું પોસ્ટર જોઈને ચાહકો તેમની ઉત્તેજના રોકી શક્યા નથી અને કોમેન્ટ કરી રહ્યા છે. એક પ્રશંસકે લખ્યું ‘શાહિદ, તું ક્યારેય નિરાશ કરતો નથી.

બીજાએ લખ્યું- ‘પહેલેથી જ પોસ્ટરથી ઓબ્સેસ્ડ છું. મને લાગે છે કે આ તેનું અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન હશે. આ સિવાય એક પ્રશંસકે કમેન્ટ કરી હતી કે કબીર સિંહ પછી તમે આ ફિલ્મ દ્વારા રાજ કરવાના છો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button