શાહરૂખ ખાનની ‘ડિંકી’ સેન્સર બોર્ડમાંથી પાસ, હવે સફળતાની હેટ્રિકની પ્રતીક્ષા
મુંબઈઃ વર્ષ 2023માં કમબેક કરી બે સુપરહીટ ફિલ્મ આપનાપ શહરૂખ ખાનની ત્રીજી ફિલ્મ પણ વર્ષના અંતમાં આવી રહી છે. હવે જો આ ફિલ્મ પણ સારી સફળતા મેળવે તો કિંગ ખાનની હેટ્રિક ગણાશે. આ ફિલ્મને મામલે એક સારા સમચાર એ આવ્યા છે કે તેને સેન્સર બોર્ડ લીલી ઝંડી આપી દીધી છે. અગાઉ શાહરૂખની પઠાણ વિવાદોમાં ચડી હતી, પરંતુ ડંકી માટે આ પ્રકારે કઈ થયું નથી.
શાહરૂખ ખાન માત્ર બોલિવૂડનો જ નહીં પણ ચાહકોના દિલનો પણ બાદશાહ છે તે તેણે ફરી સાબિત કર્યું છે. આ વર્ષે શાહરૂખ ખાનની બંને ફિલ્મો ‘પઠાણ’ અને ‘જવાન’એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી છે. ડંકી ફિલ્મના ગીતો અને ટ્રેલરને ચાહકોએ જે પ્રકારનો પ્રેમ આપ્યો છે તે જોયા બાદ એવું કહેવું ખોટું નહીં હોય કે કિંગ ખાનની આ ફિલ્મ પણ સુપરહિટ સાબિત થવાની છે.
શાહરૂખ ખાનની ફિલ્મને સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC) દ્વારા પાસ કરવામાં આવી છે. CBFC એ ફિલ્મને U/A પ્રમાણપત્ર આપીને પ્રમાણપત્રમાંથી પાસ કરી છે. એટલું જ નહીં ફિલ્મનો રનટાઈમ પણ જાહેર કરવામાં આવ્યો છે. ડંકીના રનટાઈન મામલે ઘણી વાતો થતી હતી પણ તેનો રનટાઈમ 2 કલાક 41 મિનિટનો હશે. ટ્રેલરમાં તેમાં શાહરૂખ ખાન, તાપસી પન્નુ અને વિકી કૌશલની જોરદાર લાગી રહ્યા છે. ફિલ્મના ટ્રેલરમાં શાહરૂખ ખાન સંપૂર્ણ પંજાબી સ્ટાઈલમાં જોવા મળ્યો હતો.
હવે જોવાનું એ છે સેન્સરમાંથી પાસ થયેલી તેની ફિલ્મ દર્શકોને કેટલી પસંદ આવે છે. જોકે ફિલ્મને સારું ઑપનિંગ મળશે તે વાત એસઆરકેની લોકપ્રિયતાના આધારે કહી શકાય.