મનોરંજન

સિદ્ધાર્થની બર્થ ડે કેક જોઈ, પત્ની કિયારાએ શેર કર્યા ફોટા

બોલિવૂડનો હેન્ડસમ હંક સિદ્ધાર્થ મલ્હોત્રા આજે તેનો 39મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહ્યો છે. (happy birthday sidharth malhotra). કિયારા અડવાણી સાથેના લગ્ન પછી આ તેનો પહેલો જન્મદિવસ છે. જેથી સિદ્ધાર્થ મલ્હોત્રા અને તેની પત્ની કિયારા (kiara advani and sidharth malhotra) માટે આ જન્મદિવસ ખૂબ જ ખાસ છે. આ બર્થડે સેલિબ્રેશનને વધુ ખાસ બનાવવા માટે શક્ય તમામ પ્રયાસ કર્યા છે.

અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર ગઈ રાતની બર્થડે સેલિબ્રેશનની ઝલક પણ શેર કરી હતી. એક નાનકડા વિડિયોમાં, અભિનેત્રીએ સિદ્ધાર્થના જન્મદિવસની ઉજવણીથી લઈને તેની કેક સુધીની ઝલક બતાવી છે.

અભિનેત્રીએ પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક સ્ટોરી પોસ્ટ કરતી વખતે,ગઈ રાતની બર્થડે સેલિબ્રેશનની ઝલક શેર કરી હતી અને અભિનેતાને ખૂબ જ પ્રેમભર્યા અંદાજમાં બર્થડે વિશ કર્યો હતો. આ કપલનો આ ક્યૂટ વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો પસંદ કરવામાં આવી રહ્યો છે. આ વિડિયોમાં અભિનેત્રી કિયારા અડવાણી તેના પતિ સિદ્ધાર્થને હગ કરીને પ્રેમ વરસાવતી જોવા મળી રહી છે.

આ વીડિયોમાં, સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીની બર્થડે કેક તેમના લુક્સ કરતાં વધુ લાઈમલાઈટમાં છે. વીડિયોમાં સિદ્ધાર્થ મલ્હોત્રા ઓરેન્જ-ગ્રીન-બ્લુ કલરની મલ્ટીકલર ટી-શર્ટ પહેરેલો જોવા મળે છે. અભિનેત્રી બ્લેક વી નેક ડ્રેસમાં જોવા મળી હતી અભિનેતાના જન્મદિવસની કેકમાં બ્લેક સૂટમાં તેનું મિનીએચર કાર્ટૂન છે. આ સિવાય કેક પર જૂની ફિલ્મોની રીલ પણ જોવા મળી રહી છે, જેના પર તેની અત્યાર સુધીની તમામ ફિલ્મોમાં અભિનેતાની ભૂમિકાઓની ઝલક જોવા મળે છે.

કિયારા અને સિદ્ધાર્થ મલ્હોત્રા ફિલ્મ ‘શેરશાહ’ના સેટ પર મળ્યા હતા અને ગયા વર્ષે 2023 માં લગ્નના તાંતણે બંધાયા. આ કપલે 7 ફેબ્રુઆરીએ ખૂબ જ ધામધૂમથી લગ્ન કર્યા હતા. તેના લગ્નની તસવીરોએ પણ સોશિયલ મીડિયા પર ઘણી વાહ-વાહી વહોરી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button