મનોરંજન

Shehnaaz ગિલનો બીચ પરના દિલકશ અંદાજ જોયો?

મુંબઈ: બિગ બોસ ફેમ શહેનાઝ ગિલ (Shehnaaz Gill) ‘બિગ-બોસ’ બાદ તો આખા દેશમાં જાણીતી બની ગઇ છે અને તેનો પણ બહોળો ચાહક વર્ગ છે. તેમાં પણ બોલીવુડની અમુક ફિલ્મો, સોન્ગ આલ્બમ્સ બાદ તો તેની લોકપ્રિયતામાં વધારો જ થયો છે.

દિવગંત સિદ્ધાર્થ શુકલા સાથે શહેનાઝના સંબંધો અને સિદ્ધાર્થના મૃત્યુ બાદ ચાહકોએ શહેનાઝ સાથે ખૂબ દિલગીરી પણ વ્યક્ત કરી હતી. જોકે હાલ શહેનાઝ પોતાના કરિઅરને લઇને ખૂબ સંતુષ્ટ છે અને જીવનમાં પણ શહેનાઝ આગળ વધી રહી છે.

પંજાબની કેટરિના ગણાતી શહેનાઝે હમણાં જ પોતાની અમુક તસવીરો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરી હતી જે લોકોને ખૂબ જ પસંદ પડી રહી છે. આ તસવીરોમાં શહેનાઝ એક બીચ ઉપર આનંદની પણો વીતાવી રહેલી જોવા મળે છે. બીચ પર નાળિયેરીના વૃક્ષ નીચે નેટવાળા હિંચકા પર એમ જુદા જુદા પોઝમાં શહેનાઝે ફોટા પડાવ્યા છે, જે ખૂબ વાયરલ થઇ રહ્યા છે.

તસવીરોમાં શહેનાઝ વ્હાઇટ ટોપ અને ડેનિમ શોટર્સમાં જોવા મળે છે અને તે પોતાનું વેકેશન એન્જોય કરી રહેલી દેખાય છે. ચાહકોને પણ શહેનાઝનો આ લૂક ખૂબ જ પસંદ પડ્યો હતો અને તેમણે કોમેન્ટ્સમાં પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો હતો.

એક યુઝરે લખ્યું હતું કે શહેનાઝ, તું બીચ પર જાણે એક અલગ જ દુનિયામાં આવી ગઇ હોય એ રીતે આનંદ કરી રહી છે.’ તો એક ચાહકે લખ્યું હતું કે ‘શહેનાઝ ખૂબ જ ક્યૂટ લાગી રહી છે, આ જ રીતે જીવનની સુંદર પળોને માણ. ગોડ બ્લેસ યુ. તમારી જાણ ખાતર જણાવી દઈએ કે શહેનાઝ ગિલના ઈન્સ્ટાગ્રામ પર 18 મિલિયનથી ફોલોઅર્સ છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button