મનોરંજન

ફોનથી ફિલ્મ શૂટ કરનારા ડિરેક્ટરે ઓસ્કરમાં બનાવ્યો રેકોર્ડ, જાણો કેટલા જીત્યા એવોર્ડ્સ?

97મા ઓસ્કાર એવોર્ડ સમારોહમાં ફિલ્મ ‘અનોરા’એ ઇતિહાસ રચી દીધો છે. ‘ઓસ્કર 2025‘ એવોર્ડ સમારોહમાં એક ફિલ્મ ડિરેક્ટરને મળેલા સન્માનથી સિનેમા લવર્સ ખૂબ ખુશ થયા છે. ઘણા વર્ષોથી પોતાના કામથી સિનેમા ફેન્સને પ્રભાવિત કરી રહેલા ફિલ્મ નિર્માતા શૉન બેકરે ઓસ્કર 2025માં એક એવો રેકોર્ડ બનાવ્યો છે જેને કદાચ તોડવો એ હજુ લાંબા સમયગાળા માટે એક પડકાર લાગી રહ્યો છે.

ફિલ્મ ‘અનોરા’એ ઇતિહાસ રચ્યો

પ્રાપ્ત વિગતો અનુસાર 97મા ઓસ્કર એવોર્ડ સમારોહમાં ફિલ્મ ‘અનોરા’એ ઇતિહાસ રચ્યો છે. આ પ્રતિષ્ઠિત એવોર્ડ સમારોહમાં 23 શ્રેણીઓમાં વિજેતાની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં ‘અનોરા’ એ સૌથી વધુ 5 એવોર્ડ જીતીને પોતાની એક અલગ જ છાપ છોડી હતી.

આપણ વાંચો: BAFTA Awards 2025: ભારતીય ફિલ્મને ના મળ્યો એક પણ એવોર્ડ, જાણો કઈ ફિલ્મો એ મારી બાજી

શૉનને મળ્યા ચાર ઓસ્કર એવોર્ડ

‘અનોરા’ ફિલ્મ ડિરેક્ટર શૉનની આઠમી ફિલ્મ છે. આ ફિલ્મના નિર્માણ અને દિગ્દર્શન ઉપરાંત, તેઓ તેના લેખક અને સંપાદક પણ છે. આ ફિલ્મ માટે, શૉનને ઓસ્કાર 2025માં બેસ્ટ ફિલ્મ, બેસ્ટ ડિરેક્ટર, બેસ્ટ ઓરિજિનલ સ્ક્રીનપ્લે અને બેસ્ટ એડિટિંગ કેટેગરીમાં એવોર્ડ મળ્યા છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે સૌથી મોટા પુરસ્કાર ગણાતા ઓસ્કરમાં આ શાનદાર જીત સાથે શૉને બે મોટા રેકોર્ડ બનાવ્યા છે.

કોના નામે હતો રેકોર્ડ?

શૉન એક જ ઓસ્કર ઇવેન્ટમાં સૌથી વધુ પુરસ્કારો જીતનાર ફિલ્મ નિર્માતા બની ગયા છે. આ સાથે, શૉને વોલ્ટ ડિઝનીના રેકોર્ડને સમાંતર પહોંચી ગયા છે. અગાઉ 1954ના ઓસ્કર એવોર્ડ ઇવેન્ટમાં વોલ્ટ ડિઝનીએ 4 ઓસ્કાર એવોર્ડ જીત્યા હતા. પરંતુ વોલ્ટ ડિઝનીના ચારેય એવોર્ડ અલગ અલગ ફિલ્મો માટે હતા. જ્યારે શૉનને એક જ ફિલ્મ ‘અનોરા’ માટે ચારેય ઓસ્કાર મળ્યા છે. આથી હવે દુનિયામાં ફક્ત એક જ વ્યક્તિ છે જેણે એક જ ફિલ્મ માટે 4 ઓસ્કાર એવોર્ડ જીત્યા હોય.

આપણ વાંચો: મનોરંજનની માલગાડી… નવું વર્ષ – યર – નવી આશા…ટે્રલર ઓફ 2025

‘એ’ ફિલ્મ આઈફોન 5Sથી કરી હતી શૂટ

શૉન પોતાની ફિલ્મમાં ખાસ કરીને સેક્સ વર્કર જ નહીં, પરંતુ પ્રવાસી, પછાતવર્ગના લોકો અને એવો લોકોને સામેલ કરવામાં આવે છે, જેમાં મેનસ્ટ્રીમ સિનેમામાં બહુ ઓછું સ્થાન હોય છે. તેની ફિલ્મ રેડ રોકેટે મહિલાઓથી લઈને પુરુષોની નજર અને સેક્સુઅલ મોરોલિટી સંબંધમાં એક ચર્ચાનો વિષય બની હતી.

પોતાની ફિલ્મોમાં પણ મોટો મોટા એક્સપરિમેન્ટ પણ કરે છે. 2015માં આવેલી ફિલ્મ ટેન્જરીન પણ ટ્રાન્સજેન્ડર સેક્સ વર્કરની સ્ટોરી હતી, જે આઈફોન 5Sથી શૂટ કરી હતી. આ ફિલ્મમાં ફિલ્મમેકિંગની ટેક્નિકની પ્રશંસા કરી હતી. 2016માં સ્નોબોર્ડ નામની ફિલ્મ શોર્ટફિલ્મ ડિરેક્ટ કરી હતી, જે સંપૂર્ણ રીતે આઈફોનથી શૂટ કરી હતી.

શૉન ફિલ્મના રાઈટરની સાથે પ્રોડ્યુસર પણ છે

શૉન ફિલ્મ ડિરેક્ટ કરવાની સાથે 2000માં આવેલી ફિલ્મ ફોર લેટર વર્ડ્સથી ડેબ્યૂ કર્યું હતું અને આ એકમાત્ર ફિલ્મ જેને પ્રોડ્યુસ પોતે કરી નહોતી. જોકે, ફિલ્મના ડિરેક્ટરની સાથે સાથે રાઈટર અને એડિટર પણ છે. ફિલ્મ ક્ષેત્રે 25 વર્ષની કારકિર્દીમાં આઠ ફિલ્મ બનાવી હતી, જેમાં અનેક વિભાગની જવાબદારી પણ નિભાવી છે. રાઈટિંગ, ડિરેક્શન અને એડિટિંગ સિવાય પોતાની ફિલ્મોના સિનેમેટોગ્રાફર પણ રહ્યા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button