લો બોલો સુષ્મિતાએ પહેરી આટલા વર્ષ જૂની સાડી…
ગયા વર્ષે બ્રેકઅપની અફવાઓ બાદ સુષ્મિતા સેન ફરી એકવાર રોહમન શોલ સાથે જોવા મળી હતી. 11 નવેમ્બરે શનિવારના રોજ શિલ્પા શેટ્ટીની દિવાળી પાર્ટીમાં આ કપલ દિવાળીની પાર્ટીઓમાં સાથે જોવા મળ્યું હતું. સુષ્મિતાની પુત્રી રિની સેન પણ તેની સાથે હતી, જે તેના નવા લુકમાં એકદમ અલગ લાગી રહી હતી.
સાડીમાં એકલા પોઝ આપ્યા બાદ સુષ્મિતાએ રોહમન અને રિની સાથે વધુ ફોટાઓ માટે પોઝ આપ્યો હતો. હવે તેમને થાય કે દિવાલી પાર્ટીમાં ઘણા લોકો આવ્યા હશે તેમાં આજે ખાસ સુસની જ ચર્ચા કેમ કરીએ છીએ તે તમને એ ખાસ વાત જણાવી દઉં કે સુસે એ પાર્ટીમાં એ જ સાડી પહેરી હતી જે તેણે કોફી વિથ કરણ સીઝન એકમાં પહેરી હતી. આ એપિસોડમાં સુષ્મિતા સંજય દત્ત સાથે જોવા મળી હતી. ત્યારે સોશિયલ મિડીયા પર પાર્ટીમાંથી તેનો એક વીડિયો શેર થયો છે જેમાં લખ્યું છે કે લુકિંગ કિલર સુસ.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો સુષ્મિતા હવે આર્ય સીઝન ત્રણ સાથે ઓટીટી પર જોવા મળશે. શોના રિવ્યુમાં સુસને ઘણી પ્રશંસા મળી હતી.