આ પાર્ટીમાં બેકલેસ હાઈ સ્લિટ ગાઉનમાં છવાઈ ગઈ સની…

મુંબઈઃ જાણીતા ફિલ્મ નિર્માતા અને ડિસ્ટ્રિબ્યુટર આનંદ પંડિતના જન્મદિવસની પાર્ટીમાં એક સે બઢકર એક ફિલ્મી સિતારા ભેગા થયા હતા, ત્યારે બર્થ-ડે પાર્ટીમાં બિઝનેસ ટાઉનની અનેક સેલિબ્રિટીઝ પણ હાજર રહ્યા હતા.
આ પાર્ટીમાં જાણીતી પોર્નસ્ટાર સની લિયોન પણ પહોંચી હતી. પતિ ડેનિયલ વેબર સાથે પહોંચેલી સનીએ બ્લેક કલરનું બેકલેસ ગાઉન પહેર્યું હતું, પરંતુ સમગ્ર પાર્ટીમાં છવાઈ ગઈ હતી.

આનંદ પંડિતના જન્મદિવસમાં શાહરુખ ખાન, રિતીક રોશન, કાજોલ, સલમાન ખાન અને અમિતાભ બચ્ચનથી લઈને કાર્તિક આર્યન અને ટાઈગર શ્રોફ વગેરે પણ ઉપસ્થિત રહ્યા હતા, પરંતુ પતિ ડેનિયલ સાથે પહોંચેલી સનીને જોઈને લોકો દંગ રહી ગયા હતા.
પાર્ટીમાં બ્યુટી ઈન બ્લેકના અવતારમાં પહોંચેલી બ્લેક કલરનું બેકલેસ ગાઉન પહેર્યું હતું. ગાઉનમાં આગળથી એક હાઈ સ્લિટ કટ પણ હતું, જે ગાઉનમાં સની એકદમ બોલ્ડ અને ગ્લેમરસ લાગતી હતી.

સનીનું આ ગાઉન સ્લીવલેસ હતું, જેમાં કમરથી ઉપર પણ એક કટ હતો, જેમાં બ્યુટીફુલ લાગતી હતી. સનીના ગ્લેમરમસ લૂકે પાર્ટીમાં ચાર ચાંદ લગાવી દીધા હતા. સનીએ બેકલેસ ગાઉન સાથે ગોલ્ડન બ્રેસલેટ પહેર્યા હતા. સનીની ગોલ્ડન કલરની હેન્ડબેગ કેરી કરી હતી. સટલ મેકઅપ સની સુંદર લાગતી હતી.
સનીએ પાર્ટીમાં પણ શાનદાર પોઝ આપીને ફોટોગ્રાફ આપ્યા હતા, જ્યારે પતિ મહાશય ડેનિયલ વેબર પણ બ્લેક સૂટમાં પર્પલ શર્ટ પહેર્યું હતું. ડેનિયલ પણ લાઈટ બ્લુ કલરના ગોગલ્સમાં છવાઈ ગયો હતો. ડેનિયલે પણ પેપ્સને મસ્ત પોઝ આપ્યા હતા.
અનુરાગ કશ્યપ દ્વારા નિર્દેશિત સની લિયોનની ફિલ્મ કેનેડી 2023માં આવી હતી. આ ફિલ્મમાં સની સાથે જાણીતો અભિનેતા રાહુલ ભટ્ટ હતો. કેનેડીનું પ્રીમિયર કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2023માં થયું હતું. એ વખતે રેડ કાર્પેટ પર સનીએ પોતાના બોલ્ડ અવતારની પ્રતિતી કરાવી હતી. આગામી વર્ષે પણ સની પાસે અનેક પ્રોજેક્ટ છે.