સતીશ શાહના નિધનનું કારણ કિડની ફેલ્યોર નહીં, પણ આ હતુંઃ જાણો રાજેશ કુમારે શું કહ્યું | મુંબઈ સમાચાર
મનોરંજન

સતીશ શાહના નિધનનું કારણ કિડની ફેલ્યોર નહીં, પણ આ હતુંઃ જાણો રાજેશ કુમારે શું કહ્યું

મુંબઈ: અભિનેતા સતીશ શાહના નિધનથી ફિલ્મ ઇન્ડસ્ટ્રી તથા ટીવીજગતમાં શોકનું મોજું ફરી વળ્યું છે. તેમની સાથે કામ કરનાર કલાકારો હજું પણ શોકમગ્ન છે. જોકે, સતીશ શાહનું મૃત્યુ કિડની ફેલ્યોરના કારણે થયું હોવાની વાત અત્યારસુધી સમાચારોમાં ચાલી રહી હતી.

પરંતુ આ વાત ખોટી સાબિત થઈ છે. કારણ કે, ‘સારાભાઈ Vs. સારાભાઈ’ સીરિયલમાં સતીશ શાહના દીકરાની ભૂમિકા ભજવનાર અભિનેતા રાકેશ કુમારે તેમના મૃત્યુનું સાચું કારણ જણાવ્યું છે.

આપણ વાચો: એકસ્ટ્રા અફેરઃ સતીશ શાહ ટીવી જગતના ઓરિજિનલ કૉમેડી કિગ

તેઓને કિડનીની સમસ્યા હતી, પરંતુ…

અભિનેતા સતીશ શાહને પિતા સમાન માનનાર અભિનેતા રાકેશ કુમારે મીડિયાને જણાવ્યું કે, “હું તમને જણાવી નથી શકતો કે છેલ્લા 24-25 કલાક કેટલા ભાવુક રહ્યા છે. તેનું વર્ણન કરવું મુશ્કેલ છે. પરંતુ હું સતિશજીના નિધન વિશે કેટલીક વાતો સ્પષ્ટ કરવા માંગું છું. હા, તેઓને કિડનીની સમસ્યા હતી. પરંતુ વાસ્તવમાં તેમનું નિધન હાર્ટ એટેકના કારણે થયું છે.”

રાકેશ કુમારે આગળ જણાવ્યું કે, “સતીશ શાહ પોતાના ઘરે લંચ કરી રહ્યા હતા અને ત્યારે જ તેઓનું અવસાન થયું. હું આ સ્પષ્ટ કરવા ઈચ્છતો હતો. કારણ કે કેટલાક અહેવાલો એવું કહી રહ્યા હતા કે, સતીશ શાહનું નિધન કિડનીની સમસ્યાના કારણે થયું હતું. તેઓની કિડનીની સમસ્યાની સારવાર પહેલા થઈ ગઈ હતી. તે કંટ્રોલમાં હતી. દુર્ભાગ્યે, અચાનક આવેલા હાર્ટ એટેકે તેમને ભરખી ગયો.”

આપણ વાચો: સતીશ શાહના અંતિમ સંસ્કાર; ફિલ્મ અને ટીવી જગતે ભાવભરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી

સતિષ શાહની પત્નીને પણ અલ્ઝાઈમર

ઉલ્લેખનીય છે કે, સતિષ શાહના ઘરમાં હવે માત્ર તેમની પત્ની મધુ શાહ એકલી છે. કારણ કે તેઓને કોઈ સંતાન ન હતું. જોકે, મધુ શાહ પણ અલ્ઝાઈમરની પીડાઈ રહ્યા છે. સતિષ શાહ અંગે અભિનેતા સચિન પિલગાંવકરે જણાવ્યું હતું કે, તેઓ પોતાની પત્ની માટે જીવવા ઈચ્છતા હતા. પત્નીની સંભાળ રાખવા માટે તેઓ લાંબુ જીવન જીવવા ઈચ્છા હતા. આ કારણોસર તેમણે કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવી હતી.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button