Stree-2ને ટક્કર આપશે આ ફિલ્મ? પહેલાં દિવસે જ કરી 25 કરોડ રૂપિયાની કમાણી…
હાલમાં બોક્સ ઓફિસ પર જ્યાં જુઓ ત્યાં બસ ફિલ્મ Stree 2ની જ બોલબાલા જોવા મળી રહી છે, આ વખતે બોક્સ ઓફિસ પર કોઈ હિન્દી ફિલ્મ રીલિઝ નથી થઈ પણ સ્રી ટુ આગેકૂચ કરી રહી છે. જોકે, આ અઠવાડિયે સાઉથની એક ફિલ્મે રિલીઝ થતાની સાથે જ બધાનું ધ્યાન પોતાની તરફ ખેંચી લીધું છે, કારણ કે આ ફિલ્મનું કલેક્શન પહેલાં જ દિવસે 25 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે અને આ કલેક્શન એક શાનદાર શરૂઆત છે.
હવે તમને પણ જાણવાની તાલાવેલી થઈ ગઈ ને કે આખરે એવી તે કઈ ફિલ્મ છે આ? ફિલ્મનું નામ છે Saripodhaa Sanivaaram. વિવેક એતરેયની આ એક્શન ડ્રામા ફિલ્મને મિક્સ રિવ્યૂ મળી રહ્યા છે. પહેલાં જ દિવસે ફિલ્મનું શાનદાર પર્ફોર્મન્સ જોવા મળી રહ્યું છે. જે હિસાબે ટિકિટોનું વેચાણ થઈ રહ્યું છે એ જોતા વીકએન્ડ પર તો ફિલ્મનું કલેક્શન વધારે થશે એવી આશા સેવાઈ રહી છે.
આ પણ વાંચો: રૂ. પાંચ કરોડના ખર્ચે બનેલી આ ફિલ્મે બોક્સ ઓફિસ પર કરી ધમાલ
સાઉથની આ ફિલ્મને લઈને એવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે કે ટૂંક સમયમાં જ આ ફિલ્મ 90 કરોડથી વધુની કમાણી કરી લેશે એવી આશંકા વ્યક્ત કરાઈ રહી છે. આ ફિલ્મ એક્શન અને રોમાંચથી ભરપૂર છે અને આ ફિલ્મમાં નાની ઉપરાંત પ્રિયંકા મોહન, એસજે સૂર્યા, અદિતી બાલન, અભિરાત, મુરલી શર્મા, સાંઈ કુમાર, અજય ઘોષ અને હર્ષવર્ધન જેવા સ્ટાર્સ પણ છે. થિયેટરમાં આ ફિલ્મ તેલુગુ, તમિળ, કન્નડ, મલાયલમ અને હિંદી ભાષામાં રિલીઝ થઈ છે.
ફિલ્મની સ્ટોરી વિશે વાત કરીએ આ ફિલ્મમાં સૂર્યાની ભૂમિકામાં નાની છે, જે પોતાના ગુસ્સા પર કન્ટ્રોલ નથી કરી શકતો. પરંતુ પોતાના માતાના મૃત્યુ પહેલાં તે વચન આપે છે કે તે પોતાના ગુસ્સા પર નિયંત્રણ રાખશે. પરંતુ શનિવારના દિવસે કે અન્યાયનો શિકાર થયેલાં લોકોને ન્યાય અપાવશે.