બિગ બોસની આ સ્પર્ઘકે કર્યા રામાયણ ફેમ સુનીલ લહેરીના દીકરા સાથે લગ્ન, જુઓ ફોટોસ

‘વિદાઇ’ સીરિયલ તથા ‘બિગ બોસ’ ફેમ સારા ખાને રામાનંદ સાગરની ‘રામાયણ’ સીરિયલમાં લક્ષ્મણનું પાત્ર ભજવનાર સુનીલ લહેરીના દીકરા ક્રિશ પાઠક સાથે લગ્ન કર્યા છે. સારા ખાન અને ક્રિશ પાઠકે એક વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા બાદ લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો.

સારા ખાન અને ક્રિશ પાઠકના ફોટો સોશિયલ મીડિયામાં સામે આવ્યા છે. ઓક્ટોબર 2025માં આ કપલે કોર્ટ મેરેજ કર્યા હતા.

5 ડિસેમ્બર 2025ના રોજ ક્રિશ અને સારાએ હિંદુ રીતિ રિવાજ સાથે લગ્ન કર્યા છે. બંને જણ પોતાના લગ્નના ફોટોમાં ઘણા ખુશ દેખાઈ રહ્યા છે. દુલ્હન બનેલી સારા પણ ખુબ સુંદર લાગી રહી છે.

સારાએ લાલ ચણીયાચોળી સાથે આકર્ષક જ્વેલરી પહેરી હતી. જે તેની સુંદરતામાં ચાર ચાંદ લગાવતી હતી. વરરાજા બનેલો ક્રિશ પણ ડેશિંગ લાગી રહ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, અગાઉ સારા ખાનના અભિનેતા અલી મર્ચન્ટ સાથે લગ્ન થયા હતા. 2010માં ‘બિગ બોસ’ની ચોથી સીઝન દરમિયાન તેમના લગ્ન થયા હતા અને બે મહિના બાદ છૂટાછેડા થઈ ગયા હતા.



