Sara Ali Khan સોશિયલ મીડિયા પર પહેલગામ વિશે પોસ્ટ કરીને પસ્તાઈ…

હાલમાં જ્યાં જુઓ ત્યાં બસ પહેલગામ આંતકવાદી હુમલા અંગે વાતો થઈ રહી છે. સેલિબ્રિટીઓ, રાજકારણીથી લઈને તમામ લોકો આ હુમલા અંગે રોષની લાગણી વ્યક્ત કરી રહ્યા છે ત્યારે બોલીવૂડ એક્ટ્રેસ સારા અલી ખાન (Sara Ali Khan)એ આ હુમલા અંગે દુઃખ તો વ્યક્ત કર્યું પણ તેમ છતાં તેની દુઃખ વ્યક્ત કરતાં સારાએ કંઈક એવું કર્યું હતું કે તે ટ્રોલર્સના નિશાના પર આવી ગઈ છે. આવો જોઈએ એવું તે શું કર્યું સારાએ…
સારા એલી ખાને પહેલગામ આંતકવાદી હુમલા અંગે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી અને એ સાથે તેણે કાશ્મીરમાં પડાવેલા પોતાનો ફોટો શેર કર્યો હતો. આ ફોટો શેર કરતાં સારાએ લખ્યું હતું કે તેનું દિલ તૂટી ગયું છે. પરંતુ ફેન્સ અને નેટિઝન્સને સારાનો આ અંદાજ ખાસ પસંદ આવ્યો હોય એવું લાગતું નથી, કારણ કે તેમણે સારા અલી ખાનને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું.

સારા અલી ખાને પોતાના ફોટો પોસ્ટ કરતાં જણાવ્યું હતું કે આ બાર્બરતા, ક્રૂરતા જોઈને દિલ તૂટી ગયું. આઘાત લાગ્યો છે અને ડરી ગઈ. ધરતી પર આપણું સ્વર્ગ હતું કાશ્મીર. શાંતિ અને ન્યાય માટે પ્રાર્થના કરી રહી છું. આ પોસ્ટના માધ્યમથી સારાએ સંવેદના વ્યક્ત કરી છે અને આ સાથે તેણે કાશ્મીરમાં પડાવેલો પોતાનો જૂનો ફોટો પણ શેર કર્યો છે.
યુઝર્સને સારાનો આ અંદાજ પસંદ નથી આવ્યો અને તેમણે તેને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું હતું. એક યુઝરે આ પોસ્ટ પર કમેન્ટ કરતાં જણાવ્યું હતું કે સારા મિડલ ક્લાસ અલી ખાન. આ દુઃખની ઘડીમાં કોઈને તારા જૂના વેકેશનના ફોટોમાં રસ નથી. જો તમે સ્થિતિની ગંભીરતાને નથી સમજતા તો તમારું ચૂપ રહેવું જ વધારે સારું છે. બીજા એક યુઝરે રહ્યું કે ફોટો શેર કર્યા વિના પણ તું તારી ફિલિંગ્સ શેર કરી શકી હોત. આને કારણે તું મૂર્ખ લાગી રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે 22મી એપ્રિલના કાશ્મીરના પહેલગામ ફરવા આવેલા પર્યટકો પર આંતકવાદીઓએ હુમલો કર્યો હતો અને જેમાં કેટલાક નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હતા. દેશભરમાં આ હુમલાને લઈને લોકોમાં નારાજગી અને ગુસ્સો જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો…પહેલગામના હુમલા બાદ ફવાદ ખાનની ફિલ્મની રિલિઝ સામે સંકટ…