રશ્મિકા અને સલમાન વચ્ચે 31 વર્ષનો ગેપઃ સવાલ પૂછાતા સલમાનનો વાહિયાત જવાબ…

મુંબઈઃ આ ઈદ પર સલમાન ખાનની ફિલ્મ સિકંદર આવી રહી છે. મેકર્સે કાલે એટલે કે 23 માર્ચે ફિલ્મનું ટ્રેલર રિલિઝ કર્યું હતું. સલમાનનું ટ્રેઝર તેના ફેન્સ પસંદ કરી રહ્યા છે, પરંતુ તે ટ્રોલ પણ થઈ રહ્યું છે. ફિલ્મમાં જોવા માટે લોકો આતુર પણ જોવા મળી રહ્યાં છે. કારણે કે, સલમાનની ફિલ્મોને તેના ફેન્સ સારો એવો પ્રતિસાદ આપતા હોય છે. સિકંદરમાં સલમાન ખાન સાથે લીડ રોલમાં રશ્મિકા મંદાના પણ જોવા મળશે. પરંતુ લોકો અત્યારે સલમાન ખાન અને રશ્મિકા મંદાના વચ્ચે ઉંમરની ચર્ચા કરી રહ્યાં છે.
આ પણ વાંચો…ઓરેન્જ કલરના આઉટફિટમાં ટીવીની આ સંસ્કારી બહુએ આપ્યા એવા પોઝ કે…
સલમાન અને રશ્મિકા વચ્ચે ઉંમરમાં 31 વર્ષનો તફાવત
સોશિલય મીડિયમાં કેટલાક લોકો સલમાન અને રશ્મિકા વચ્ચે ઉંમરના તફાવત અંગે નકારાત્મક વાતો લખી રહ્યા છે. સલમાન ખાન 59 વર્ષનો છે અને રશ્મિકા 28 વર્ષની છે. તેમની ઉંમરમાં 31 વર્ષનો તફાવત છે. જેને લઈને લોકો સલમાન ખાનને ટ્રોલ પણ કરી રહ્યાં છે. જો કે, ટ્રેલર લોન્ચ ઇવેન્ટમાં આ મામલે સલમાને તે લોકોને જવાબ આપ્યો છે.
સલમાન ખાને ટ્રેલર લોન્ચ ઇવેન્ટમાં લોકોને આપ્યો જવાબ
સલમાન ખાને ટ્રેલર લોન્ચ ઇવેન્ટમાં કહ્યું કે, “મારા અને રશ્મિકા વચ્ચે 31 વર્ષનો તફાવત છે. જ્યારે હિરોઈનને કોઈ સમસ્યા નથી. હિરોઈનના પિતાને કોઈ સમસ્યા નથી. ભાઈ તમને કેમ સમસ્યા છે?વધુમાં કહ્યું કે, જો તે લગ્ન કરે છે, જો તેને બાળક થાય છે, તો હું તેની સાથે પણ કામ કરીશ.” તે દરમિયાન રશ્મિકા મંડન્ના પણ સ્ટેજ પર હાજર હતી. સલમાનની વાત સાંભળીને તે હસતી જોવા મળી હતી. સોશિયલ મીડિયા પર કોમેન્ટ નકારાત્મક ટિપ્પણી કરતા લોકોને સલમાન ખાને જવાબ આપ્યો છે.
આ પણ વાંચો…૪૪ વર્ષ મોટા ડિરેક્ટર સાથે અફેરને લઈ અભિનેત્રી લાઈમલાઈટમાં રહી પણ
ચાહકો આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
ફિલ્મ સિકંદરની વાત કરવામાં આવે તો, આમાં સલમાન ખાન સાથે રશ્મિકા મંદાના, સત્યરાજ, શરમન જોશી અને કાજલ અગ્રવાલ પણ જોવા મળશે. સલમાન ખાનના બધા ચાહકો તેની આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. કારણ કે, તે લાંબા સમય પછી કોઈ ફિલ્મ લઈને આવી રહ્યો છે. પહેલા સલમાન ખાન છેલ્લે નવેમ્બર 2023 માં આવેલી ‘ટાઈગર 3’ માં જોવા મળ્યો હતો. સિકંદરની વાત કરવામાં આવે તો, સાજિદ નડિયાદવાલા આ ફિલ્મના પ્રોડ્યૂસર છે જ્યારે એ આર મુરુગાદોસ આ ફિલ્મને ડિરેક્ટ કરી છે.