ટાઇગર બાદ હવે ‘બબ્બર શેર’ બનશે સલમાન? કબીર-સલમાનની જોડી જૂનમાં કરી શકે ધમાકો
એક થા ટાઇગર અને બજરંગી ભાઇજાન પછી કબીર ખાન અને સલમાન ખાન નવી ફિલ્મનું પ્લાનિંગ કરી રહ્યા છે. હાલમાં કબીર ખાન કાર્તિક આર્યન સ્ટારર ચંદુ ચેમ્પિયન ફિલ્મના દિગ્દર્શનમાં વ્યસ્ત છે. એ પછી તેઓ સલમાનને લઇને ‘બબ્બર શેર’ ફિલ્મ બનાવશે.
સલમાન અને કબીરની જોડી વધુ એક બ્લોક બસ્ટર ફિલ્મને લઇને આવી રહી છે. એ પહેલા કબીર ‘ચંદુ ચેમ્પિયન’ના શૂટિંગમાં વ્યસ્ત છે. જે જૂન-2024માં રજૂ થઇ શકે છે. એક મીડિયા અહેવાલ અનુસાર આ ફિલ્મ પછી કબીર એક લાર્જર ધેન લાઇફ ફિલ્મ શરૂ કરશે જે તેના હૃદયની નજીક હશે. સુમિત અરોરા સાથે મળીને તે આ ફિલ્મ લખી રહ્યો છે. સ્ક્રિપ્ટને લોક કરી દેવામાં આવી છે. અને ધીમે ધીમે તેનું કાસ્ટિંગનું કામ શરૂ થશે.
મીડિયા અહેવાલોનું સાચુ માનીએ તો કબીરે આ કહાની સલમાનને સંભળાવી છે અને તેણે પણ આ ફિલ્મ કરવા માટે હામી ભરી દીધી છે. આ ફિલ્મ પર કામકાજ જૂન-જુલાઇ- 2024થી શરૂ થઇ જશે. સોશિયલ મીડિયા પર પણ આ ફિલ્મને લઇને ચર્ચા થઇ રહી છે, અને જો બધુ બરાબર રહ્યુ તો સલમાન જ મુખ્ય ભૂમિકા નિભાવતા નજરે પડશે.
સલમાન-કબીરે ટાઇગરની સિરીઝમાં એકસાથે કામ કર્યું છે. આ સિરીઝમાં ‘એક થા ટાઇગર’ સૌથી વધુ સફળ રહી હતી, જો કે સલમાન ટાઇગર-3માં ખાસ કમાલ બતાવી શક્યો નહિ, કબીરે પણ કબૂલ્યું હતું કે તે ટાઇગર-3ને લઇને નર્વસ હતો. સલમાનની ફિલ્મ ‘ધ બુલ’ની મૂહુર્ત પૂજા 29 ડિસેમ્બરે હતી. ‘શેરશાહ’ ફેમ વિષ્ણુ વર્ધન આ ફિલ્મને દિગ્દર્શિત કરી રહ્યા છે.