Salman Khanના જીજાજી રડી પડ્યા, ભાઈજાન પાસે આ વાત માટે માંગી માફી…

Actor Ayush Sharma હાલમાં તેની Action Thriller Film Ruslaanને કારણે ચર્ચામાં છે. આ એક્ટરે ફિલ્મ Loveyatriથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પા પા પગલી માંડી હતી અને આયુષ શર્માની આ ફિલ્મ ચાલી શકી નહોતી. તમારી જાણ માટે આ ફિલ્મમાં સલમાન ખાનના પૈસા લાગેલા હતા અને હવે આયુષ શર્માએ આ વિશે વાત કરી છે. આવો જોઈએ શું કહ્યું આયુષ શર્માએ…
હાલમાં જ એક ઈન્ટરવ્યુમાં આયુષે જણાવ્યું હતું કે સોશિયલ મીડિયાએ એક નેરેટિવ સેટ કર્યા છે કે મેં સલમાન ખાનની બહેન અર્પિતા સાથે પૈસા માટે લગ્ન કર્યા હતા. આ સિવાય મારા પર એવો પણ આક્ષેપ મૂકવામાં આવ્યો છે કે મેં બોલીવૂડમાં ડેબ્યુ માટે જ અર્પિતા સાથે લગ્ન કર્યા હતા.
આપણ વાંચો: બોલો, હવે Lawrence Bishnoiની કાર જ પહોંચી ગઈ Salman Khanના Galaxy Apartment….
લોકોને એ વાતની જાણ નથી કે જ્યારે મને લગ્ન નહોતા થયા ત્યારે મેં સલમાન ખાનને કહ્યું હતું કે હું એક્ટિંગ નથી જારી રાખવા માંગતો. મેં 300થી વધુ ઓડિશન આપ્યા છે અને એમાંથી બે પણ ક્રેક કરી શક્યો નથી. હું નહીં કરી શકું. એ સમયે સલમાને કહ્યું કે બેટા તારી ટ્રેનિંગ સારી નથી અને હું તને ટ્રેનિંગ આપીશ.
આગળ ઈન્ટરવ્યુમાં આયુષે જણાવ્યું હતું કે એક નેરેટિવ ક્રિયેટ કરવામાં આવ્યો છે કે મેં સલમાન ખાનના પૈસા ઉડાવી દીધા. શું મારે મારી ઈનકમ ટેક્સ ડિટેઈલ્સ શેર કરવી જોઈએ. જ્યારે સલમાન ખાને મને લવયાત્રી દરમિયાન ફોન કર્યો તો મારી આંખમાં આંસુ હતા. મેં કહ્યું સોરી મેં તમારા બધા પૈસા ઉડાવી દીધા. પણ જ્યારે અંતિમના ડિજિટલ રાઈટ્સ વેચાયા ત્યારે મેં રાહતનો શ્વાસ લીધો હતો.
આયુષની ફિલ્મ રુસલાનની વાત કરીએ તો તે 26મી એપ્રિલના રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મનું ટ્રેલર પણ રિલીઝ કરવામાં આવ્યું છે અને આ ફિલ્મમાં આયુષનો એક્શન અવતાર જોવા મળશે. જ્યારે સલમાન ખાનની વાત કરીએ તો અઠવાડિયા પહેલાં જ સલમાન ખાનના ઘરની બહાર ફાઈરિંગ થયું હતું અને આ ઘટના બાદથી જ તેની ફેમિલી ખૂબ જ પરેશાન થઈ ગઈ હતી. ઘટનાના થોડાક દિવસ બાદ સલમાન ખાન પરી એક વખત કામ શરૂ કર્યું હતું અને તે એક ઈવેન્ટ અટેન્ડ કરવા માટે દુબઈ ગયો હતો.