
ટચૂકડા પડદેથી ચોંકાવનારા સમય આવી રહ્યા છે. એક તરફ એવી ચર્ચા ચાલી રહી છે કે સલમાન ખાન બિગ બોસ-19ની તૈયારીઓમાં વ્યસ્ત થઈ ગયો છે. મળતી માહિતી પ્રમાણે આગામી જૂનમાં તે શોનો પ્રોમો શૂટ કરશે.
પરંતુ આ બધા વચ્ચે હવે એવા સમાચાર આવી રહ્યા છે કે તે કૌન બનેગા કરોડપતિ શો પણ હોસ્ટ કરશે. ચોંકી ઉઠ્યા ને? એક નવા રિપોર્ટમાં કરવામાં આવેલા દાવા અનુસાર અમિતાભ બચ્ચન કેબીસી છોડવાનું નક્કી કરી ચૂક્યા છે અને હવે મેકર્સ આ માટે સલમાન ખાન સાથે વાત કરી રહ્યા છે. ચાલો જોઈએ શું છે આખો મામલો…
આપણ વાંચો: સુખનો પાસવર્ડ : નાનીનાની વાતે રાજી થવાનું શીખવું જોઈએ…
સૂત્રોની વાત પર વિશ્વાસ કરીએ તો બોલીવૂડના ભાઈજાન સલમાન ખાન કૌન બનેગા કરોડપતિ-17 હોસ્ટ કરતાં જોવા મળશે. સલમાન ખાન નાના પડદાનો બાદશાહ છે અને અમિતાભ બચ્ચન જેવા દિગ્ગજની જગ્યા લેવા માટે બેસ્ટ ચોઈસ પણ છે.
દેશના નાના નાના શહેરોમાં પણ તેનું સારું એવું કનેક્શન છે. આ પહેલાં શાહરૂખ ખાને પણ કેબીસીની ત્રીજી સિઝન હોસ્ટ કરી હતી, પરંતુ હવે મેકર્સ સલમાન ખાન પર દાવ લગાવવા માંગે છે.
અમિતાભ બચ્ચન અંગત કારણોસર કૌન બનેગા કરોડપતિની આગામી સિઝન હોસ્ટ નહીં કરે. હવે ચેનલે સલમાન ખાનને અપ્રોચ કર્યું છે અને તે ભારતના સૌથી લોકપ્રિય ક્વિઝ શોને હોસ્ટ કરી શકે છે.
આપણ વાંચો: અહીંયાનો આઈસ્ક્રીમ છે Amitabh Bachchan નો ફેવરેટ, તમે ટ્રાય કર્યો કે નહીં?
મજાની વાત તો એ છે કે આ સમાચાર એવા સમયે સામે આવ્યા છે જ્યારે ચેનલે બિગ બી સાથે એક પ્રોમો વીડિયોના માધ્યમથી કેબીસી-17ની એનાઉન્સમેન્ટ કરી હતી.
શેર કરવામાં આવેલા પ્રોમોમાં બિગ બી પેટના દુઃખાવાથી પીડિત એક દર્દીની ભૂમિકામાં જોવા મળે છે, જે શોના કમબેકની એક હિન્ટ હતી. આ વીડિયોમાં જ તેમણે ખુલાસો કર્યો હતો કે કેબીસી 17 માટે રજિસ્ટ્રેશન શરૂ થઈ ગયા છે. ફેન્સને સોની લીપ એપ કે એસએમેસ કે આઈવીઆર કોલના માધ્યમથી રજિસ્ટ્રેશન કરાવવું પડશે.
અત્રે ઉલ્લેખનીય છે કે અમિતાભ બચ્ચનવાળા આ પ્રોમોમાં શોના પ્રીમિયરની તારીખનો ખુલાસો નથી કરવામાં આવ્યો. સૂત્રોની વાત પર ભરોસો કરીએ તો કેબીસી-17 આ વર્ષે ઓગસ્ટ મહિનામાં ઓન એર થશે.
કેબીસી દેશનો સૌથી લાંબો ચાલેલો ક્વિઝ શો છે. અત્યાર સુધીમાં આ શોની 16 સિઝન આવી ચૂકી છે જેમાંથી 15 બિગ બીએ હોસ્ટ કરી છે અને એક જ સિઝન શાહરૂખ ખાને હોસ્ટ કરી છે.