મનોરંજન

મુંબઈની ઓળખ સમાન કાળીપીળી ટેક્સીમાં ફરતો જોવા મળ્યો Salman Khan, શું છે એની પાછળનું કારણ?

બોલીવૂડના ભાઈજાન સલમાન ખાન (Salman Khan)ની સુરક્ષામાં ગયા વર્ષે તેના ઘર પર થયેલાં ગોળીબાર બાદ વધારો કરવામાં આવ્યો હતો, પરંતુ હાલમાં જ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેમાં ભાઈજાન કોઈ પણ ચિંતા વિના ખૂબ જ કેઝ્યુઅલી મુંબઈની ઓળખસમાન કાળી-પીળી ટેક્સીમાં ફરતો જોવા મળ્યો હતો.

કરોડોની ગાડી ખરીદવામાં સક્ષમ ભાઈજાન પર એવી તે શું મજબૂરી આવી પડી કે તેણે ટેક્સીમાં ફરવા નીકળવું પડ્યું એવો સવાલ જો તમને થયો હોય તો તમારે આ લેખ છેલ્લે સુધી વાંચી જવો પડશે.

જો તમે વિચારી રહ્યા હોવ કે સલમાન ખાનની સુરક્ષામાં બેદરકારી દાખવવામાં આવી છે તો એવું નથી. સોશિયલ મીડિયા વાઈરલ થઈ રહેલાં વીડિયોમાં જોવા મળે છે કે સલમાન ખાન કાળીપીળી ટેક્સીમાંથી ઉતરી રહ્યો છે અને તે ચાલતો ચાલતો એક ભીડભાડવાળી શેરીમાં એન્ટર થઈ જાય છે. સલમાન ખાનની ટેક્સીની પાછળ જ બીજી બે ટેક્સીઓ આવે છે અને એમાંથી તેના બોડીગાર્ડ્સ ઉતરીને સલમાનની પાછળ ચાલતા જોવા મળ્યા હતા.

આપણ વાંચો: Sikandar Teaser: ફિલ્મ સિકંદરનું ટીઝર રિલીઝ , સલમાન ખાન એક્શન સિનમાં જોવા મળ્યો

સલમાન ખાન કંઈ પણ બોલ્યા વિના શાંતિથી ચાલતો ચાલતો જઈ રહ્યો છે જ્યારે ટેક્સી ડ્રાઈવર પાછળથી સલમાનને કહે છે કે હું અહીંયા જ તમારી રાહ જોઈશ, અને એનો કોઈ પણ વધારાનો ચાર્જ નહીં લઈશ. પ્લીઝ પાછા આવજો હં ને.. હું તમારી રાહ જોઉં છું. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થતાં જ ફેન્સ પણ વિચારમાં પડી ગયા છે કે સલમાનને એવી તે કઈ આફત આવી પડી હશે કે આ રીતે તેણે કાળી પીળી ટેક્સીમાં પ્રવાસ કરવો પડ્યો.

જોકે, એક રિપોર્ટમાં કરવામાં આવેલા દાવા અનુસાર સલમાન આ રીતે કાળી-પીળી ટેક્સીમાં બેઠો જ નથી અને આ વાઈરલ થઈ રહેલી ક્લિપ એ તેની આગામી ફિલ્મ સિકંદરનો એક ભાગ હોવાનું કહેવાઈ રહ્યું છે. ફિલ્મ સિકંદરના શૂટિંગ દરમિયાન સલમાન ખાન આ રીતે ટેક્સીમાં આવ્યો હતો. આ ક્લિપ વાઈરલ થયા બાદ સલમાન ખાનની ફિલ્મ સિકંદરને લઈને ફેન્સની ઉત્સુકતા વધી ગઈ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button