
વાત જ્યારે ભારતના સૌથી એલિજેબલ બેચલરની થઈ રહી હોય ત્યારે એમાં સલમાન ખાન (Salman Khan)નું નામ અચૂક આવે, આવે ને આવે જ… ફેન્સ અને રાષ્ટ્રને સતાવતો સવાલ એટલે કે આખરે સલમાન ખાન ક્યારે લગ્ન કરશે, કોણ હશે તેની દુલ્હન વગેરે વગેરે… હવે સલમાન ખાને ખુદ આ વિશે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. ચાલો જણાવીએ કે આખરે શું છે આ ખુલાસો-
સલમાન ખાનનું નામ અત્યાર સુધી અનેક એક્ટ્રેસ સાથે જોડાઈ ચૂક્યું છે, પણ અત્યાર સુધી તેણે લગ્ન નથી કર્યા. ફેન્સ એ દિવસની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે સલમાન પોતાની લગ્નની જાહેરાત કરે, લગ્ન કરે. વર્ષોથી આ સવાલ ચર્ચાઈ હ્યો છે. પરંતુ હવે સોશિયલ મીડિયા પર સલમાન ખાનનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે, જેમાં તેણે લગ્નને લઈને પોતાની દુલ્હનિયાને લઈને ચોંકાવનારો ખુલાસો કર્યો છે. લગ્નને લઈને સલમાન ખાને કરેલો ખુલાસો સાંભળીને ખુદ શાહરૂખ ખાન (Shahrukh Khan) પણ ચોંકી ઉઠ્યો હતો.
આ વીડિયો એક એવોર્ડ ફંક્શનનો છે જેમાં કિંગખાને સલમાનને તેના વેડિંગ પ્લાન વિશે પૂછ્યું હતું અને જવાબમાં સલમાને કહ્યું હતું કે સિક્રેટ એ છે કે મારા લગ્ન થઈ ગયા છે. સલમાન ખાનનો આ જવાબ સાંભળીને શાહરૂખ જ નહીં જ પણ એવોર્ડ ફંક્શનમાં હાજર તમામ લોકો પણ ચોંકી ઉઠ્યા હતા. શાહરૂખે કહ્યું શું તેં લગ્ન કરી લીધા છે? આ સવાલના જવાબમાં સલમાને કહ્યું લોકો મને હંમેશા લગ્ન વિશે પૂછી પૂછીને હેરાન કરે છે, મારા લગ્નના પ્લાન્સ વિશે પૂછે છે અને હું ખોટું બોલી બોલીને થાકી ગયો છું.
આ સાંભળીને શાહરૂખે પૂછ્યું કે તેં ક્યારે લગ્ન કર્યા? જેના જવાબમાં સલમાને કહ્યું કે મારા લગ્નને થોડો સમય થઈ હયો છે, હું લોકોથી અત્યાર સુધી મારા લગ્ન છુપાવી રહ્યો હતો, પણ હવે સમય આવી ગયો છે કે હું તમને બધાને મારા લગ્ન વિશે જણાવી દઉં. મેં સપનામાં લગ્ન કરી લીધા છે…
આ પણ વાંચો : બિશ્નોઈ ગેંગ મુંબઈમાં વર્ચસ્વ જમાવવા પ્રયત્નો કરી રહી છે! સલમાન ખાન પર ફાયરીંગ કેસમાં ખુલાસો
સલમાનનો જવાબ સાંભળીને શાહરૂખ અને હાજર તમામ લોકો હસી પડ્યા હતા. શાહરૂખે પૂછ્યું કે સપનામાં તેં જે છોકરી સાથે લગ્ન કર્યા એ કોણ છે તો સલમાન ખાને આગળ જણાવ્યું કે જ્યારે પણ એ છોકરીને મારા સપનામાં આવે છે ત્યારે હું ડરી જાઉં છું અને ઊઠી જાઉં છું એટલે મેં એ છોકરીને ક્યારેય જોઈ જ નથી.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો સલમાન ખાન ટૂંક સમયમાં જ ફિલ્મ સિકંદરમાં કામ કરતો જોવા મળશે અને હાલમાં તે આ ફિલ્મની તૈયારીઓમાં વ્યસ્ત છે. આવતા વર્ષે ઈદ પર આ ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે.