જો કંગના રનૌતના બાળકો થશે તો…સલમાન કેમ કરવી પડી આવી કોમેન્ટ…

સલમાન ખાન હાલમાં તેની ફિલ્મ સિકંદરની રિલિઝની રાહ જોઈ રહ્યો છે ને પ્રમોશનમાં બિઝી છે. જોકે બિશ્ર્નોઈ ગેંગે આપેલી ધમકીને ધ્યાનમાં રાખી સલમાન આઉટડોર માર્કેટિંગ કરી રહ્યો નથી. તાજેતરમાં જ મીડિયા સાથે વાત કરતા તેણે નેપોટીઝમના મુદ્દે અભિનેત્રી અને સાંસદ કંગના રનૌતને ઘેરી હતી.
સલમાન ખાને કહ્યું હતું કે સેલ્ફ મેઈડ જેવું કંઈજ હોતું નથી. એક ફિલ્મ ટીમવર્કનું પરિણામ હોય છે. એકલી વ્યક્તિ કંઈ જ કરી શકતી નથી. તેણે એમ પણ કહ્યું કે મારા પિતા ઈન્દોરથી અહીંયા આવ્યા અને ફિલ્મજગત સાથે જોડાયા, મને તેનો ફાયદો મળ્યો. જો તેઓ અહીં આવ્યા ન હોત અને ખેતી કરતા હોત તો હું પણ કંઈક બીજું કરતો હોત. મારા પિતાએ મારી માટે અહીંયા રસ્તો બનાવ્યો અને હું તેના પર ચાલ્યો.

આ પણ વાંચો: Salman khan ના શોમાં કામ કરી ચૂકેલી આ એક્ટ્રેસ પર આવી શાકભાજી વેચવાની નોબત?
કોઈએ રવિના ટંડનની દીકરી રાશા વિશે વાત કરી ત્યારે રવિનાને બદલે સલમાનને કંગના સમજાયું કે તેણે ઈરાદાપૂર્વક સમજ્યું તે તો ખબર નહીં, પણ તેમે કંગનાની ખબર લઈ નાખી. તેણે કહ્યું કે કંગના ફિલ્મ અને રાજકારણ બન્નેમાં છે હવે જો તેમના સંતાનો આવશે તો તેમણે તો કંઈક બીજું જ કરવું પડશે.
સલમાનની ફિલ્મ સિકંદર રવિવારે રિલિઝ થઈ રહી છે. સલમાનની ફેન ફોલોઈંગને લીધે ફિલ્મે રૂ. 5 કરોડ તો એડવાન્સ બુકિંગમાં જ કલેક્ટ કરી લીધા છે. જોકે ફિલ્મનું ટ્રેલર જોઈ લોકોમાં ખાસ કોઈ ઉત્સાહ નથી. ટ્રેલર જોતા સલમાનની અગાઉની ફિલ્મ જેવી જ લાગી રહી છે.
આ પણ વાંચો:ઈદ પર ધમાલ મચાવશે સલમાન-રશ્મિકાની ફિલ્મ સિકંદર, જાણો કેટલું થયું એડવાન્સ બુકિંગ
ફિલ્મની હીરોઈન રશ્મિકા અને સલમાનના એજગેપ મામલે પણ લોકો બોલી રહ્યા છે. 58ના સલમાનને 28 વર્ષની રશ્મિકા સાથે ડાન્સ કરતો અને ઈશ્ક ફરમાવતો દેખાડવામાં આવ્યો છે. ફિલ્મ ઈદની રજાઓમાં આવી રહી છે તેથી પહેલા અઠવાડિયામાં તો સારો રિસ્પોન્સ મળવાની આશા નિર્માતાઓને છે. રવિવાર દૂર નથી, તેથી જોઈએ ભાઈજાનનો જાદુ ચાલે છે કે નહીં.