મનોરંજન

Salman Khanની 41 વર્ષ પહેલાની એડની એક્ટ્રેસ સાથે હાલનો ફોટો સોશિયલ મિડીયામાં વાયરલ

હાલમાં જ સુપરસ્ટાર સલમાન ખાનની પહેલી એડવર્ટાઈઝ વાયરલ થઈ હતી, જે 41 વર્ષ પહેલાની છે. જેમાં તે પોતાની યુવાનીના દિવસો જોઈને ચાહકોને જૂના દિવસો યાદ આવી ગયા. આ જાહેરાતનું નામ હતું કેમ્પા કોલા, જેમાં ભાઈજાન સિવાય જેકી શ્રોફની પત્ની આયેશા શ્રોફ અને અભિનેત્રી આરતી સુંદરનાથ જોવા મળી હતી. આ દરમિયાન, એક ફોટો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જેમાં સલમાન ખાન આરતી સુંદરનાથ સાથે પોઝ આપતા જોવા મળ્યા છે.

પાપારાઝીએ શેર કરેલા ફોટામાં સલમાન ખાન અને આરતી સુંદરનાથ બ્લેક આઉટફિટમાં જોવા મળી રહ્યા છે અને બંને એકબીજા સાથે કેમેરા તરફ પોઝ આપતા જોવા મળી રહ્યા છે. આ ફોટોમાં બંનેનું રિયુનિયન લોકોનું ધ્યાન ખેંચી રહ્યું છે.

ફોટો જોયા બાદ એક યુઝરે લખ્યું, ભાઈજાન ઘરડા થઈ રહ્યા છે. જ્યારે અન્ય યુઝરે હાર્ટ ઈમોજી શેર કર્યું છે. આ સિવાય તેમના ટ્રાન્સફોર્મેશનની તસવીરો જોઈને ફેન્સ રિએક્શન આપતા જોવા મળે છે.

Salman Khan's 41 years ago photo with Edney actress is viral on social media
Screen Grab: Hindustan Times

આ પણ વાંચો : સલમાન ખાનના ઘર પર ફાયરિંગઃ આરોપીએ જામીન માટે દાવો કર્યો

ઉલ્લેખનીય છે કે સલમાન ખાને ફિલ્મોમાં આવતા પહેલા જાહેરાત માટે કેમેરાની સામે આવ્યા હતા. આ એડ કોલ્ડ ડ્રિંક કેમ્પા કોલાની હતી, જે તેણે 1983માં કરી હતી. તે સમયે તેની ઉંમર માત્ર 18 વર્ષની હતી. માલદીવમાં શૂટ કરવામાં આવેલી આ એડમાં સલમાન ખાન ખૂબ જ દૂબળો-પાતળો દેખાઈ રહ્યો છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button