રશ્મિકા મંદાના બાદ હવે કોની સાથે રોમેન્સ કરવા માંગે છે સલમાન ખાન? નામ જાણીને ચોંકી ઉઠશો…

બોલીવૂડ એક્ટર સલમાન ખાન (Salman Khan) તેની ફિલ્મ સિકંદરને લઈને ખાસ્સો એવો ચર્ચામાં છે. ફિલ્મમાં રશ્મિકા મંદાના અને સલમાન ખાન લીડ રોલમાં છે. ફિલ્મમાં સલમાન પોતાનાથી 31 વર્ષ નાની રશ્મિકા સાથેના એજ ગેપ વિશે પૂછવામાં આવ્યું ત્યારે સલમાને જણાવ્યું કે હું તો હજી વધુ યંગ એક્ટ્રેસ સાથે કામ કરવા માંગુ છું. એટલું જ નહીં ભાઈજાને તો યંગ એક્ટ્રેસના નામ પણ લીધા હતા.
ઈવેન્ટમાં સલમાન ખાનને તેના અને રશ્મિકા મંદાના વચ્ચેના 31 વર્ષના અંતર વિશે સવાલ પૂછવામાં આવ્યો જેના જવાબમાં સલમાન ખાને જણાવ્યું કે આવા સવાલોને કારણે જ અનન્યા પાંડે, જ્હાન્વી કપૂર જેની નાની છોકરીઓ સાથે કામ કરવાનું મુશ્કેલ થતું જઈ રહ્યું છે.
આપણ વાંચો: ટ્રોલિંગ મુદ્દે સલમાન ખાનની અભિનેત્રીએ કરી નાખ્યો ચોંકાવનારો ખુલાસો કે…
જો હું અનન્યા કે જ્હાન્વી સાથે કામ કરવા માંગુ છું તો તમે લોકોએ એ અઘરું બનાવી દીધું છે કારણ કે તમે લોકો સતત ઉંમર વિશે વાત કરો છો. હું યંગ એક્ટર્સ સાથે કામ કરું છું એ વિચારીને તેમને એક સારી તક મળશે.
ફિલ્મ સિકંદરના ટ્રેલર લોન્ચ સમયે પમ સલમાન ખાને રશ્મિકા મંદાના અને પોતાના ઉંમર વચ્ચેના તફાવત વિશે વાત કરી હતી. તેણે કહ્યું હતું કે મારા અને હીરોઈન વચ્ચે 31 વર્ષનું અંતર છે.
આપણ વાંચો: હેં, Salman Khan નથી સલમાન ખાનનું સાચું નામ? શું છે હકીકત, જાણી લો એક ક્લિક પર…
આ વાતથી હીરોઈનને પ્રોબ્લેમ નથી, હીરોઈનના પિતાને કોઈ સમસ્યા નથી તો તમને શું સમસ્યા છે. તેણે વધુમાં એવું પણ જણાવ્યું ભવિષ્યમાં રશ્મિકાના લગ્ન થશે અને એની દીકરી થશે તો હું એની સાથે પણ કામ કરવા માટે ઉત્સુક હોઈશ.
સલમાન ખાન અને કેટરિના કૈફે પણ અનેક ફિલ્મો સાથે કરી છે અને એક વખત જ્યારે અક્ષય કુમારની કોઈ ફિલ્મના પ્રમોશન માટે કેટરિના કૈફ સલમાન ખાનના શો પર પહોંચી હતી ત્યારે એક્ટરે વાત વાતમાં કહી દીધું હતું કે કેટરિના પાંચ વર્ષ બાદ તેની માનો રોલ કરતી જોવા મળશે.
વાત કરીએ સિકંદરની તો આ ફિલ્મ 30મી માર્ચના રિલીઝ થઈ રહી છે અને આ ફિલ્મમાં સલમાન અને રશ્મિકા સિવાય શરમન જોશી, કાજલ અગ્રવાલ, અંજિની ધવન, સત્યરાજ પણ મહત્ત્વની ભૂમિકામાં જોવા મળશે.