સૈયારાનું અધધધ કલેક્શનઃ સન ઓફ સરદાર 2 અને ધડક 2નું બોક્સ ઓફિસ કલેક્શન કેટલું? | મુંબઈ સમાચાર

સૈયારાનું અધધધ કલેક્શનઃ સન ઓફ સરદાર 2 અને ધડક 2નું બોક્સ ઓફિસ કલેક્શન કેટલું?

સૈયારા ફિલ્મ દિવસેને દિવસે ફિલ્મજગતમાં મોટા મોટા રેકોર્ડ પોતાના નામે કરી રહી છે. મોહિત સૂરીની આ રોમેન્ટિક મ્યુઝિકલ ફિલ્મએ 18 દિવસમાં વિશ્વભરમાંથી લગભગ 500 કરોડ રૂપિયાની કમાણી કરી છે. યશ રાજ ફિલ્મ્સ (YRF) દ્વારા નિર્મિત આ ફિલ્મે યુવા દર્શકોના દિલમાં ખાસ જગ્યા બનાવી છે. આ ફિલ્મની સફળતાએ ‘સન ઓફ સરદાર 2’ અને ‘ધડક 2’ જેવી ફિલ્મો સાથેની સ્પર્ધામાં પણ પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું છે.

મીડિયા રીપોર્ટ પ્રમાણે ‘સૈયારા’એ 18 દિવસમાં વિશ્વભરમાં 507 કરોડ રૂપિયાનું વૈશ્વિક કલેક્શન કર્યું છે. ભારતમાં ફિલ્મે 308 કરોડ રૂપિયા નેટ અને 376 કરોડ રૂપિયા ગ્રોસ કમાણી કરી છે, જ્યારે વિદેશમાં 131 કરોડ રૂપિયાનું કલેક્શન થયું છે. અહાન પાંડે અને અનીત પડ્ડાની ડેબ્યૂ ફિલ્મને યુવા દર્શકોનો એટલો પ્રેમે મળ્યો કે બંનેનું નામ બોલીવૂડ સ્ટારમાં નામ સામેલ થઈ ચૂક્યું છે. ઉલ્લેખનીય છે કે આ ફિલ્મે હૃતિક રોશનની ‘વોર’ (471 કરોડ) અને શાહરૂખ ખાનની ‘ડંકી’ (454 કરોડ)ને પણ પાછળ છોડી દીધી છે.

સન ઓફ સરદાર 2 અને ધડક 2નું કલેક્શન

સૈયારા સાથે બોક્સ ઓફિસ પર અજય દેવગન અને મૃણાલ ઠાકુરની સન ઓફ સરદાર 2 પર બોક્સ ઓફિસ આવી ચુકી છે આ ફિલ્મ ચાર દિવસમાં ભારતમાં માત્ર 27.25 કરોડ રૂપિયા નેટનું કલેક્શન કરી શકી છે. જ્યારે બીજી તરફ, સિદ્ધાંત ચતુર્વેદી અને તૃપ્તિ ડિમરીની ‘ધડક 2’એ શરૂઆતના દિવસે 3.35 કરોડ રૂપિયા અને બીજા દિવસે 4 કરોડ રૂપિયાની કમાણી કરી છે.

‘સૈયારા’ આ વર્ષની બીજી સૌથી વધુ કમાણી કરનારી ભારતીય ફિલ્મ બની ગઈ છે. આ યાદીમાં પ્રથમ નંબર છાવા ફિલ્મ 807.91 કરોડની કમાણી સાથે આવે છે. આ ફિલ્મે ડેબ્યૂ કલાકારો માટે ઈન્ડસસ્ટ્રીમાં પોતાની ઓળખ ઉભી કરવાની નવી આશા જગાવી છે. અહાન અને અનીતની ફ્રેશ જોડી, મોહિત સૂરીનું ડિરેક્શન અને ફિલ્મના આકર્ષક ગીતોએ દર્શકોના દિલ જીતી લીધા છે. ‘સૈયારા’ની આ સફળતા ભારતીય સિનેમાની વૈશ્વિક અસરને પણ રજૂ કરે છે, અને તે આગામી દિવસોમાં વધુ રેકોર્ડ તોડે તેવી શક્યતા છે.

આપણ વાંચો:  રાજકોટમાં પાટીદાર એકટ્રેસના પરિવારનો મિલકત વિવાદ ઉકેલવા કયા પાટીદાર અગ્રણીઓ આવ્યા મેદાને?

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button