મનોરંજન

સૈફનું નિવેદન નોંધાયું

સૈફ અલી ખાન પર થયેલા હુમલાના કેસમાં પોલીસે ગુરુવારે તેનું નિવેદન નોંધ્યું હતું. બાન્દ્રા પોલીસ સ્ટેશનના અધિકારીઓની એક ટીમે નિવેદન નોંધ્યું હોવાનું વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું.

આ કેસમાં પોલીસે અગાઉ સૈફની અભિનેત્રી પત્ની કરીના કપૂર અને ઘરમાં કામ કરનારા સ્ટાફનાં નિવેદન નોંધ્યાં હતાં. સૂત્રોના જણાવ્યા મુજબ હુમલાખોરે કઈ રીતે હુમલો કર્યો અને તેણે પરિવારના સભ્યોને કઈ રીતે બચાવ્યા તેની સંપૂર્ણ વિગતો તેના નિવેદનમાં જણાવી હતી.

આપણ વાંચો: ‘સૈફ અલી ખાન પર હુમલો કરનાર મારો દીકરો નથી…’ આરોપીના પિતાનો દાવો

સૈફે પણ હુમલાખોરને ઓળખી કાઢ્યો હતો. સૈફના પરિવારના સભ્યો સિવાય પોલીસે જખમી અવસ્થામાં સૈફને લીલાવતી હૉસ્પિટલ લઈ જનારા રિક્ષા ડ્રાઈવરનું પણ નિવેદન નોંધ્યું હતું. ઉલ્લેખનીય છે કે 16 જાન્યુઆરીના મળસકે અઢી વાગ્યાની આસપાસ સૈફ પર તેના જ ફ્લૅટમાં ઘૂસેલા આરોપીએ છરીથી હુમલો કર્યો હતો. (પીટીઆઈ)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button