દીકરા તૈમુરના ભણતર પાછળ વર્ષે સૈફ કરે છે આટલો ખર્ચ…

બી-ટાઉનના છોટે નવાબ તરીકે ઓળખાતા સૈફ અલી ખાન અને બેગમ કરિના કપૂરનો દીકરો તૈમૂર અલી ખાન અત્યારથી જ લાઈમલાઈટ ચોરી લેતો હોય છે પછી એ પેપરાઝી સામે ક્યુટ પોઝ આપવાની વાત હોય કે મોમ સાથે સેલ્ફી ક્લિક કરવાની વાત હોય. હવે ફરી એક વખત છોટે નવાબના શહેઝાદા તૈમુર અલી ખાન લાઈમલાઈટમાં આવ્યો છે અને આ વખતે તેનું લાઈમલાઈટમાં આવવાનું કારણ છે તેની સ્કુલ ફી.
જી હા, તૈમુર જે સ્કુલમાં ભણવા જાય છે ત્યાંની ફી વિશે જો તમે જાણી લેશો તો તમારું મોઢું પહોળું રહી જશે. જોકે, ઘણા લોકોને કરિના અને સૈફનો આ રીતે સતત લાઈમલાઈટમાં રાખવાનો નિર્ણય એકદમ અયોગ્ય લાગે છે. પરંતુ ભાઈ આ તો સ્ટારકિડ્સની વાત છે અને સ્ટારકિડ્સની વાત એકદમ ન્યારી હોય છે. જોકે, કરિનાનું આ મામલે એવું માનવું છે કે આ રીતે કરવાથી બાળકોમાં બાળપણથી જ કોન્ફિડન્સ વધ છે. ખેર, આ બધી વાત પછી ક્યારેક પણ પાછા ફરીએ અને વાત કરીએ તૈમુરની સ્કુલ ફી વિશે.
તમારી જાણ માટે તૈમુરનું એજ્યુકેશન દેશની પ્રતિષ્ઠિત અને સૌથી મોંઘી એવી સ્કૂલમાં થઈ રહ્યું છે અને એની ફીનો આંકડો સાંભળીને તમારી આંખો પહોળી થઈ જશે. તૈમુર મુંબઈની ફેમસ ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કુલમાં ભણે છે અને તેની સ્થાપના 2003માં કરવામાં આવી હતી. પેપરાઝીની સાથે સાથે જ તૈમુર તેની સ્કુલના ટીચર્સનો પણ લાડલો છે અને તે સ્કુલની એક્સ્ટ્રા એક્ટિવિટીમાં ખૂબ જ ઉત્સાહથી ભાગ લેતો જોવા મળે છે.
મળી રહેલાં અહેવાલો અનુસાર આ સ્કૂલની ફી 1 લાખથી 20 લાખ રૂપિયાની વચ્ચે છે અને અલગ અલગ ક્લાસીસ માટે અલગ અલગ ફી સ્ટ્રક્ચર છે. એલકેજીથી લઈને સાતમા ધોરણ સુધી મંથલી ફી 1.70 હજાર, 8થી 10મા ધોરણ સુધીના બાળકો માટે 4.48 લાખ, જ્યારે 11મા અને 12મા ધોરણ માટે આશરે 9.65 લાખની ફી વસૂલવામાં આવે છે. પરિણામે કરીના અને સૈફ તૈમૂરના એજ્યુકેશન માટે દર મહિને 1.70 લાખ રૂપિયા અને વાર્ષિકે 20.40 લાખ રૂપિયાનો ખર્ચ કરે છે.