સૈફ પરના હુમલામાં નવો ખુલાસોઃ કરીનાની કાર પર પણ થયો હતો હુમલો!

સૈફ પરના હુમલામાં નવો ખુલાસોઃ કરીનાની કાર પર પણ થયો હતો હુમલો!

મુંબઈઃ સૈફ અલી ખાન પર થયેલા હુમલાએ બધાને ચોંકાવી દીધા હતા. એક અજાણ્યા વ્યક્તિએ મોટા ભાગે ચોરીના ઇરાદે અભિનેતાના ઘરમાં ઘૂસીને તેના પર છરાથી હુમલો કર્યો, જેના પછી તેને હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો હતો. હવે સૈફ અલી ખાન અને તેના પરિવારને ખાનગી સુરક્ષા પૂરી પાડતા અભિનેતાએ એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. અભિનેતાએ જણાવ્યું છે કે સૈફ હોસ્પિટલમાંથી ઘરે આવે તે પહેલાં કરીના કપૂરની કાર પર પણ હુમલો કરવામાં આવ્યો હતો.

ખાનગી સુરક્ષા એજન્સી ચલાવતા અભિનેતા રોનિત રોયે આ અંગે ખુલીને વાત કરી. સૈફ અલી ખાન પર થયેલા હુમલા બાદ અભિનેતાએ રોનિતની સુરક્ષા સેવાઓ ભાડે રાખી છે. તાજેતરમાં રોનિતે જણાવ્યું હતું કે જ્યારે સૈફને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી અને કરીના કપૂર હોસ્પિટલમાંથી ઘરે પરત ફરી રહી હતી, ત્યારે તેની કાર પર હુમલો થયો હતો જેના કારણે તે ખૂબ જ ડરી ગઈ હતી.

તાજેતરના એક ઇન્ટરવ્યુમાં રોનિત રોયે કહ્યું હતું કે સૈફ હોસ્પિટલમાંથી રજા મળ્યા પછી ઘરે જઈ રહ્યો હતો ત્યારે ત્યાં મીડિયા અને લોકોની ભારે ભીડ હતી. કરીના પણ હોસ્પિટલમાંથી ઘરે જઈ રહી હતી ત્યારે તેની કાર પર હળવો હુમલો થયો, જેનાથી તે ખૂબ ડરી ગઈ. મીડિયા અને સામાન્ય લોકો ખૂબ નજીક હોવાથી તેની કાર થોડી હલબલી ગઈ હતી.

રોનિત રોયે જણાવ્યું હતું કે કરીનાએ તેને વિનંતી કરી હતી કે સૈફને રોનિત જાતે સૈફને ઘરે લઇ જાય. હું તેમને લેવા ગયો અને અમે પાછા ફર્યા ત્યાં સુધીમાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. સદનસીબે ત્યારે પછી પરિસ્થિતિ નિયંત્રણમાં આવી.

તમને જણાવી દઈએ કે 16 જાન્યુઆરીની મોડી રાત્રે એક અજાણ્યો વ્યક્તિ સૈફ અલી ખાનના બાંદ્રા સ્થિત ઘરમાં તેમના નાના પુત્ર જેહના રૂમમાંથી ઘૂસ્યો હતો. અજાણ્યા વ્યક્તિને જોયા પછી, તેમના ઘરના નોકરે શોર મચાવ્યો ત્યાર બાદ સૈફ અલી ખાન અને હુમલાખોર વચ્ચે ઝપાઝપી થઈ.

આ સમય દરમિયાન હુમલાખોરે સૈફ અલી ખાન પર છરીથી ઘણી વાર હુમલો કર્યો. બે હુમલા તેના કરોડરજ્જુની ખૂબ નજીક હતા. સારવાર દરમિયાન ડોકટરોએ સૈફ અલી ખાનના શરીરમાંથી છરીનો 2.5 ઇંચનો ટુકડો કાઢ્યો હતો.

આ પણ વાંચો…Saif Ali Khan પર હુમલો કરવાના ચાર દિવસ પહેલાં આરોપીએ આચર્યો હતો આ ગુનો…

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button